‘એમ હુ જીવી ગયો’
ના કદી જોયું ન જાણ્યું કેમ હું જીવી ગયો
હાથ તાળી ભાગ્યને દઇ એમ હુ જીવી ગયો
રાત કાળી ગમ તણી ને હર્ષની ઉજળી હતી
તેમને સરખી ગણીને એમ હું જીવી ગયો
પ્રેમ કરનારા મહીં કો’ દ્વેષ કરનારા હતા
જે મળ્યું એ જીરવીને એમ હું જીવી ગયો
એકમાં મમતા ભરી તો એકમાં કરૂણા ભરી
આંખ ભીની થઇ ભલે પણ એમ હું જીવી ગયો
ના કદી કો’ આશ રાખી કોઇનો આધાર લઇ
ને છતાં પુરી થયેલી એમ હું જીવી ગયો
ઊંઘ મીઠી ને મધુરી ના હતી આવી કદી
ઊંઘરેટી આંખ રાખી એમ હું જીવી ગયો
આ ‘ધુફારી’ના અનેરા ને અનોખો વિશ્વ માં
મોજથી મ્હાલી કરીને એમ હું જીવી ગયો
૦૧-૧૨-૨૦૧૩
Filed under: Poem |
Leave a Reply