શે’ર
પાનીઓ નાજુકના બહાને આમ પગલા ના ભરો;
રાત રસ્તે થઇ જશે યા તો ‘ધુફારી‘ નહી મળે
–૦-
મધપુડો જ્યા હોય ત્યાં જ માખી મણમણે
લુખા સુકાના ‘ધુફારી‘ લેખા કર તો કેટલા?
–૦-
આંખ અણિયાણી કરી તિરછી નજરે ના જુઓ;
છે ‘ધુફારી’નું હ્રદય કોમળ બહુ ઘાયલ થશે.
-૦-
હ્રદયના શોંણિત મહીં બોડી કલમને જે લખ્યું;
મર્મ જો સમજો ‘ધુફારી’ શું તને કહેવા ચહે.
૧૪-૧૧-૨૦૧૩
વફાદારી હિમાલય સમી અડગ હોય છે;
પણ ‘ધુફારી’ બેવફાઇ ગમે ત્યાંથી નીકળે
-૦-
વિચારના સંગાથમાં કેટલું ઊંચે ગયા?;
જયાં ‘ધુફારી’ જોય નીચે સીડીઓ ગાયબ હતી.
-૦-
રાહ ખરબચડી પરે મગરૂર થઇ ચાલ્યા પછી;
હાથ સેં જાલ્યો ‘ધુફારી’લપસી જવાની બીકમાં?
-૦-
ઘણી નજરો તણો છે કેફ આંખોમાં;
તેથી ‘ધુફારી’ને શરાબી ના કહો
૦૭-૦૧-૨૦૧૪
મહેંદી મુકેલા હાથ હૈયા પરે ના મુકશો;
‘ધુફારી’ની દિલ પરે છાપ અમીટ રહી જશે.
-૦-
અભિસારિકાઓ કેટલી આવી અને ચાલી ગઇ;
દિલ તણી દિવાલ કોરી છે ‘ધુફારી’ની હજુ.
-૦-
નેણમાં ન મેશ આંજો યા પછી રડશો નહીં;
આંસુઓ કાળા વહે તો ‘ધુફારી’ને ના ગમે.
-૦-
આંખમાં આંસુ છુપાવી તું જરૂર બેઠી હશે;
નહીંતર ‘ધુફારી’ના ગળે ડૂમા ભરાયા કેમ છે?
૦૭-૦૧-૨૦૧૪
Filed under: Poem |
Leave a Reply