વર્ષાની આશા

FARMER

વર્ષાની આશા

(રાગઃમોહરે તાલ મિલે નદીકે જલમે….)

ઘરના મોભ વહે આંગણમાં ને,આંગણ વહેતા ગલિયોમાં

ગલી ગલી વહેતા વહેતા.ઓગનમાં જાય….ઘરના મોભ

ખેડૂ સૌ મીટ માંડી જોતા આકાશમાં

જોતા આકાશમાં

આજ આવે કાલ આવે વર્ષાની આશમાં

વર્ષાની આશમાં

ઓ સાથીરે…

આજ આવે કાલ આવે વર્ષાની આશમાં

પુણી જેવા વાદળાથી આંખો ઉભરાય…ઘરના મોભ

માલકની મહેર થઇ ખેડૂના લાભમાં

ખેડૂના લાભમાં

દોડી દોડી વાદળા આવ્યા છે આભમાં

આવ્યા છે આભમાં

ઓ સાથીરે

દોડી દોડી વાદળા આવ્યા છે આભમાં

સામ સામે દોડી દોડી કયારે છલકાય…ઘરના મોભ

ગુસ્સામાં મેઘ ગરજે વાદળાને ડારવા

વાદળાને ડારવા

વીજરાણી દોડી આવી મેઘરાજા વારવા

મેઘરાજા વારવા

ઓ સાથી રે…..

વીજરાણી દોડી આવી મેઘરાજા વારવા

‘ધુફારી’ કહે મેઘ વરસે ખેડૂ હરખાય

૨૨-૧૨-૨૦૧૩