‘ગાડરિયો પ્રવાહ’
આજ કાલ ગુજરાતમાં એક નવો અભિગમ દેખાય છે,પોતાના વાહન પર પોતાને જે દેવીમાં આસ્થા હોય તે દેવીના જયજયકાર લખાવાનો. આ જોઇ એ દેવી ભક્ત પ્રત્યે જરૂર માન થાય છે પણ સાથે સાથે દુઃખ થાય છે ગુજરાતીની ખોટી જોડણીનો ઉપયોગનો.ન સમજાયું ને? ધ્યાનથી વાંચજો તો વાંચવા મળશે
‘જય ખોડિયાર માં’,’જય આશાપુરા માં’,’જય સંતોષી માં,’જય મોમાઇ માં’ વગેરે વગેરે પહેલી નજરે તમને લાગશે આમાં ખોટું શું છે?
‘મા’ શબ્દ ગુજરાતીમાં વગર અનુસ્વરે (માથે મીડું) લખાય અનુસ્વર (માથે મીડું)સાથે ‘માં’ હિન્દીમાં લખાય ગુજરાતીમાં જો અનુસ્વર(માથે મીડું) સાથે ‘માં’લખો તો એ ‘માં’ શબ્દનો અર્થ થાય ‘અંદર’ તો એકજ દાખલા તરિકે ‘જય ખોડિયાર માં’નો મતલબ થાય ‘જય ખોડિયાર અંદર’ અંદર શું?
કોણ જાણે ક્યા ભેજાની આ ઉપજ છે પણ એકે લખાવ્યું તો અર્થ સમજયા વગર ગાડરિયો પ્રવાહ ચાલ્યો અને પછી પેલા એ લખાવ્યું તો એ સાચું હશે માની લોકો એ ગાડરિયા પ્રવાહમાં જોડાયા અને વ્યાપક રીતે તેનો વિકાશ થયો શું તમે આ ગાડરિયા પ્રવાહના મેમ્બર છો?શું આવું ખોટુ લખેલું સુધરાવવા તમે પ્રયાશ કરશો?
Filed under: General |
Leave a Reply