માનવી મળતા નથી

canstock3478567

 

‘માનવી મળતા નથી’

માનવીમાં શોધતા કો માનવી મળતા નથી;

જે મળે છે માનવી એ માનવી હોતા નથી

પ્રેમમાં પાગલ થયેલા જે કહે ખુદને સદા;

પ્રેમ શું છે જાણતા કો માનવી મળતા નથી

જાત કેરા ભેદ ના સ્વિકારતા જાહેરમાં;

ખાનગીમાં માનતા એ માનવી મળતા નથી

વેર એતો ઝેર છે ઉપદેશ એવો આપતા;

ઝેર એવા ઝારનારા માનવી મળતા નથી

ગીત જે મર્દાનગીના હો સદા ગાતા ફરે;

જો કદી આવે વખત એ માનવી મળતા નથી

મિત્ર જે દાવો જીગરજાની તણો કરતા સદા;

એ જીગરવાળા કદી કો માનવી મળતા નથી

જાન જો માંગે અગર હું તરત આપી દઉ;

પણ ખરેખર કો મરે એ માનવી મળતા નથી

હાંક કાળી રાતના પણ મારશો તો આવશું;

રાત પડતા શોધતા એ માનવી મળતા નથી

ન્યાયને ખાતર સદા હાજર અને કટિબધ્ધ છું

ન્યાય માટે- શોધતા એ માનવી મળતા નથી

પ્રાસ શું અનુપ્રાસ શું ની વાત જે લાંબી કરે

મર્મ એનો જાણનારા માનવી મળતા નથી

છોડ પિંઝણ તું ‘ધુફારી’માનવીની શોધની;

શોધમાં અનહદ ખપી’ગ્યા માનવી મળતા નથી

૨૨-૦૯-૨૦૧૩