બાંકડે બેઠા પછી

BENCH

 

બાંકડે બેઠા પછી

બાગના એકાંત ખુણે બાંકડે બેઠા પછી;

થઇ અજબની ઝણઝણાહટ બાંકડે બેઠા પછી.

મોગરાના ફૂલ વેરાયા હશે વેણી તણાં;

થઇ અજબની મગમગાહટ બાંકડે બેઠા પછી.

કોકના ભાંગેલ હૈયાની કરચ ભોંકાઇતી;

થઇ અજબની ચરચરાહટ બાંકડે બેઠા પછી.

સાંભળ્યા ડુસકા છતાં ડૂમા બધા અકબંધ છે;

થઇ અજબની ફડફડાહટ બાંકડે બેઠા પછી.

પ્રેમના ગીતો અહીં ગાયા હશે બેસી કરી;

થઇ અજબની છનછનાહટ બાંકડે બેઠા પછી

બાળકો પણ ખુશ હશે આ બાંકડેથી કુદતા;

થઇ અજબની ખિલખિલાહટ બાંકડે બેઠા પછી.

ત્યાં ‘ધુફારી’આવતા જોયા થયું શું પુછવું;

થઇ અજબની છટપટાહટ બાંકડે બેઠા પછી.

૦૭-૦૯-૨૦૧૩

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: