“એ મને જોતો નથી”
નિકળી અભિસાર કરવા એ મને જોતો નથી;
શું હશે તેના હ્રદયમાં કે મને જોતો નથી.
કેટલી લઇ માવજતથી કેશમેં ગુંથ્યા હતા;
વ્યર્થ એ મહેનત હતી જો એ મને જોતો નથી
આંખમાં મેં મેસ આંજી મોહ કેરા પાસની;
મોહના કામણ થયા ના એ મને જોતો નથી
હોઠ દાબી દાંતમા મલકાટ મેં વેર્યો હતો;
જડભરત મલક્યો નહીં કારણ મને જોતો નથી;
ના સહન થાતું પરાજય મેં ‘ધુફારી’ને કહ્યું;
અંધ છે એ માનવી તેથી તને જોતો નથી.
૧૦-૦૯-૨૦૧૩
Filed under: Poem | Leave a comment »