એક વિચારવા જેવી વાત

vichar

એક વિચારવા જેવી વાત”

              આજકાલ ગુજરાતમાં એક વા ફૂકાયો છે વાહન પર “જયશ્રી ખોડિયાર મા” “જયશ્રી અંબામા”

“જયશ્રી આશાપુરામા” “જયશ્રી બહુચરમા” આ જોઇને દેવી ભકતો પર માન થાય એ સાહજીક છે પણ કોકના ભેજાની ઉપજની લીધે લોકો ગાડરિયા પ્રવાહમાં તણાઇને “જયશ્રી ખોડિયાર માં” “જયશ્રી અંબામાં”“જયશ્રી આશાપુરામાં” “જયશ્રી બહુચરમાં”લખાવતા થયા છે એ વ્હાલા દેવી ભકતોને એટલું જ કહેવાનું કે છેલ્લે લખાયલા મા શબ્દ ઉપર અનુસ્વાર એટલે કે,મીડું હિન્દીમાં આવે ગુજરાતીમાં નહીં આવું લખાવનાર ખાલી ગાડરિયા પ્રવાહમાં તણાયા છે. તેમણે લખાવેલનો અર્થ શું થાય એ કદી વિચાર્યું નથી. “જયશ્રી ખોડિયાર માં”નો અર્થ થાય જયશ્રી ખોડિયાર અંદર “જયશ્રી અંબામાં”નો અર્થ થાય જયશ્રી અંબા અંદર,“જયશ્રી આશાપુરામાં”નો અર્થ થાય જયશ્રી આશાપુરા અંદર “જયશ્રી બહુચરમાં”નો અર્થ થાય જયશ્રી બહુચર અંદર આ બધી દેવીઓની અંદર શું? નવાઇની વાત તો એ છે કે, ગુજરાતી ભાષા પ્રેમીઓ, ગુજરાતી ભાષાને વિશ્વમાં ફેલવવા માંગતા માંધાતાઓ અથવા ગુજરાતીના કહેવાતા કોઇ સાહિત્ય કારે આ બાબત તરફ ક્યારે લક્ષ કેન્દ્રિત નથી કર્યું નહીંતર આ અનર્થનો ક્યારનો અંત આવી ગયો હોત તમે શું માનો છો?