‘સિનિયર સિટીજન’
થોડું ઘણું પણ ચાલતા થાકી જવાય છે;
જો ઓટલો દેખાય તો બેસી જવાય છે
આંખો તણાં આ પોપચાનો વાંક પણ નથી;
માંજર#તણા પગરવ થકી જાગે જવાય છે
લોકો કહે કો વાત તો કંઇ કાન ના સુણે;
બહેરાસની માઠી દસા બેઠી જણાય છે
હો દૂરનું કે પાસનું ચોખ્ખુ ભળાય ના;
ચશ્મા સદા રાખ્યા પછી ભૂલી જવાય છે
જમવું પડે છે જીવવાને જિંદગાનીમાં;
આખા ભરેલા ભાણનું થોડું ખવાય છે
શિતળ પવન હો યા ગરમ સહેવાય ના કશું;
વરસાદની બે બુંદથી થથરી જવાય છે
આ ઘર તણી લિસી ફરસ જેવી હતી તે જ છે;
પણ ચાલતા ગફલત થકી લપસી જવાય છે
ચાલ્યા ‘ધુફારી’ સંગમાં બે ગઝલ સંભળાવવા;
પણ મંચ પર આવ્યા પછી ભૂલી જવાય છે
#બિલાડી
Filed under: Poem |
Leave a Reply