શરમાય છે

heart

શરમાય છે

મળે છે આંખ મારાથી અને શરમાય છે

અદાતો છે અમારી તે છતાં શરમાય છે

કરી ત્રાંસી નજર અમને સદા જોવા ચહે

અગર નજરે ચડે હરકત સદા શરમાય છે

ગલીમાં આવશે હળવે અને સામે મળે

વળે બીજી ગલીમાં જોતા મને શરમાય છે

 સદાએ આડમાં મંડરાય છે ભમરા સમો

કરીજો આડ અળગી તો સદા શરમાય છે

નથી નરમાં કે નારીમાં રખે વ્યંડળ હશે

‘ધુફારી’તો કહે ના નર કદી શરમાય છે

૨૧-૦૮-૨૦૧૩

સિનિયર સિટીજન

maadu

‘સિનિયર સિટીજન’

થોડું ઘણું પણ ચાલતા થાકી જવાય છે;

જો ઓટલો દેખાય તો બેસી જવાય છે

આંખો તણાં આ પોપચાનો વાંક પણ નથી;

માંજર#તણા પગરવ થકી જાગે જવાય છે

લોકો કહે કો વાત તો કંઇ કાન ના સુણે;

બહેરાસની માઠી દસા બેઠી જણાય છે

હો દૂરનું કે પાસનું ચોખ્ખુ ભળાય ના;

ચશ્મા સદા રાખ્યા પછી ભૂલી જવાય છે

જમવું પડે છે જીવવાને જિંદગાનીમાં;

આખા ભરેલા ભાણનું થોડું ખવાય છે

શિતળ પવન હો યા ગરમ સહેવાય ના કશું;

વરસાદની બે બુંદથી થથરી જવાય છે

આ ઘર તણી લિસી ફરસ જેવી હતી તે જ છે;

પણ ચાલતા ગફલત થકી લપસી જવાય છે

ચાલ્યા ‘ધુફારી’ સંગમાં  બે ગઝલ સંભળાવવા;

પણ મંચ પર આવ્યા પછી ભૂલી જવાય છે

#બિલાડી  

મુબારક બાદ

india-flag

મુભારક બાદ

મારા સ્નેહીઓ ,પ્રેમીઓ અને મિત્રો 

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ સ્વાતંત્ર દિવસમી

હાર્દિક મંગલ મનોકામના

એની એજ છે

crow

‘એની એજ છે’

ચાંદની તારા ભરેલી રાત એની એ જ છે;

હોય અજવાળી કે કાળી રાત એની એ જ જે

લીંમડા પર બેસતા યા પિપળા પર બેસતા

કાગડાઓ હોય કાળા નાત એની એ જ જે

એ જ છે દેવળ મહીં ને એ જ છે મસ્જીદ મહીં;

હાથ જોડો યા ઉઠાવો વાત એની એ જ છે

વાતની વિષયો ઘણા છે એક બીજાથી અલગ’

તે છ્તાં શબ્દો તણી અમિરાત એની એ જ છે

ભેરવી કેદાર કે મલ્હાર યા સારંગ હો;

જે ‘ધુફારી’ ગાય એ રજુઆત એની એ જ છે

૦૮.૦૭.૨૦૧૨