‘કાંતિ’
વાડીલાલની એક કરિયાણાની દુકાન હતી.ઘરમાં ઘરવાળી ચંદા અને ચાર દીકરા હતા કુંયો(કુંવરજી) આંધુ(આણંદજી) કાકુ(લવજી) અને કાંતિ.બધાની વચ્ચે કોઇનો દોઢ વરસ નો તો કોઇના વચ્ચે બે વરસની ઉમરનો ફરક હતો.કુંયો બધાથી મોટો અને કાંતિ સૌથી નાનો હતો.
કાંતિ બધાથી રૂપાળો હતો.હડપચીમાં અને ગાલમાં ખાડા પડેલા.પાછા વાંકડિયા વાળને લીધે પહેલી નજરે મીઠડો લાગે તેવો હતો.ચંધાનો ચાગલો આખો દિવસ કાંતિ કાંતિ કરતા તેણીનું ગળુ ન સુકાય એટલે ત્રણે ભાઇને તેના પર કાર રાખેી ચાર ભાઇઓમાં છોકરિયો કાંતિને પોતાના સાથે રમવા લઇ જાય.તેમાં ધભી(નર્મદા) તો તેના સાથે ને સાથે જ હોય.સવાર પડી નથી કે આવીને પુછે
‘કાકી કાંતિ કિડાં?’એ સાંભળીને ત્રણે ભાઇને ખાર જાય તેમાં કાકુને સૌથી વધારે ખાર જાય હા આંધુ કાંતિનો પક્ષ લે ખરો.
‘કાંતિયા તારી સહેલી આવી’કહી આંધુ બહુજ હસે.
‘ચંદા બજારમાંથી જાયફળ,ચીકૂ,બદામ એવા ફ્રુટ લઇ આવે તો ત્રણે ભાઇ ભેગા થઇને તૂટી પદે એ જોઇ ચંદાનો જીવ પડિકે બંધાઇ જાય એટલે તેણી બુમાબુમ કરે
‘એ બધુ મ ખાઇ જાજો કાંતિ માટે રાખજો’
‘રાખ્યું છે તારા ચાગલા માટે’કાકુ ખીજાઇને બધા વતી જવાબ આપે
કાંતિ કાંતો છોકરિયો ભેગો રમતો હોય નહીંતર અભ્યાસની ચોપડી વાંચતો હોય.તે જોઇ કાકુ ખિજાય પોતે વાંચે નહીં અને કાંતિને વાંચવા આપે નહીં.મુળે ત્રણે ભાઇ ભણવાના ચોર હતા. પાસિન્ગ માંડ મળે ત્યારે કાંતિ સારા માર્કસ લઇ પાસ થાય તે દેખાડીને ચંદા હંમેશા કહે
‘જુવો મુવા બેશરમાઓ આવા માર્કા જોઇએ’
‘તારો ચાગલો ભલે ભણેશરી છે અમે જેવા છીએ તેવા સારા છીએ’કાકુ ખીજાઇને કહેતો
ઘણી વખત ચંદા કાકુ કે આંધુને કમિ કામ બતાવે તો એક જ જવાબ મળે ‘તારા ચાગલાને કહે કામ કરી આવે’ ઘણી વખત કાંતિ લેશન કરતો હોય અને ચંદા એકટાણું કરવા બેઠી હોય તો પણ એક ગ્લાસ પાણી કોઇ ન ભરી આપે ઉપરથી ખીજાઇને કહે
‘તારા ભણેશરીને કહે પાણી ભરી આપે’
કાંતિ ચોથી ચોપડી પાસ કરી ત્યારે જે ભાડાના મકાનમાં તેઓ રહેતા હતા તેનો મકાન માલિક સવારના પહોરમાં આવ્યો અને વાડીલાલને કહ્યું
‘આવતા મહિનાથી મને ૨૫ રૂપિયા ભાડું જોઇશે’
‘અરે!! ૨૫ રૂપિયા કંઇ હોતા હશે તેં ૧૨ યા ૧૫ કહ્યા હોત તો સમજયા સીધા ૨૫ રૂપિયા તે કંઇ હોતા હશે?’
‘તમારી મરજી ન આપવા હોય તો મકાન ખાલી કરી આપો’મકાનમાલિકે હસીને કહ્યું
‘પણ આ ૧૦ ના સીધા ૨૫ આતો જુલમ છે’
‘એમ….તો આવતા મહિને મકાનની ચાવી લેવા આવું છું તમે તમારી સગવડ કરી લેજો’
મકાન માલિક ગયો તો ચંદા ચિંતામાં પડી ગઇ એટલે વાડીલાલને પુછ્યું
‘હવે ક્યાં જઇશું?’
‘અરે! મકાન શોધીશું તું તો એવી વાત કરશ જાણે આપણે રસ્તામાં બેઠા હોઇએ’વાડીલાલે ચંદાને સાંત્વન આપતા કહ્યું.
બીજા દિવસે વાડીલાલએ દુકાન ખોલી ને કચ્છની કુળદેવી આઇ આશાપુરાની છબી સામે દીવો અગરબત્તી કરી માથું નમાવ્યું અને બેઠક જમાવી ત્યાં છોટુ દલાલ આવ્યો
‘એ…રામ રામ’
‘રામ સત્ય આવ આવ તે શું અત્યારે રાજા કરણના પહોરમાં તને ફુરસદ મળી ગઇ’વાડીલાલે છોટુને આવકારતા કહ્યું
‘ઓલ્યો કેશવજી ઉઘરાણીના પૈસા આપવાનો હતો તે લેવા ગયો હતો’છોટુએ કહ્યું
‘ચ્હા મંગાવુંને?’કહી સામેની દુકાનના પાટિયા પર બેટેલ મજુરને કહ્યું
‘એલા ઇશાક જરા ખીમગર બાવાની હોટલ પર બે ચ્હા કહી આવને’
‘કેમ છે ધંધા પાણી?’છોટુએ પુછ્યું
‘ધંધા પાણી તો સારા છે પણ આજ સવારના પહોરમાં મુસિબત થઇ ગઇ’વાડીલાલે કટાણે મોઢે કહ્યું
‘કેમ શું થયું?’છોટુએ આવેલ ચ્હા પીતા પુછ્યું
‘સવારના પહોરમાં મકાન માલિકે આવીને કહ્યું આવતા મહિનાથી ૨૫ રૂપિયા ભાડું જોઇશે નહીંતર મકાન ખાલી કરી આપો’રકાબીમાં ચ્હા રેડતા વાડીલાલે કહ્યું
‘અરે!! ૨૫ રૂપિયા તે હોતા હશે ગામમાં ૮-૧૦ ભાડું ચાલે છે આતો જુલમ છે’છોટુએ કહ્યું
‘મેં પણ એ જ કહ્યું ૧૦ ના ૧૨ તેના ૧૫ લેજે પણ એ કોઇ વાતે સહમત ન થયો’નિસાસો નાખી વાડીલાલે કહ્યું
‘મકાન કોનું છે?’કાન સરવા કરી જીણી આંખે છોટુએ પુછ્યું
‘માધુભા જગબારીનો’ચ્હા પીતા વાડીલાલે કહ્યું
‘હં…ત્યારે બરાબર’ચ્હા પી કપ બાજુમાં મુકી બીડી સળગાવી બીડી અને બાકસ વાડીલાલને આપતા છોટુએ કહ્યું
‘શું બરાબર’બીડી સળગાવી વાડીલાલે પુછ્યું
‘ભાઇ મારા તું જે મકાનમાં રહે છે તેનો સોદો લક્ષ્મીદાસ સાથે થયો છે, તેની શરત છે કે મકાન ખાલી જોઇએ પન તું ફિકર નહીંકર મકાન તને હું શોધી આપીશ’કહી છોટુ દલાલ ગયો અને વાડીલાલને પણ શાંતિ થઇ.
એક અઠવાડિયા પછી છોટુએ વાડીલાલ અને ચંદાને મકાન બતાવ્યું ભાડું એજ ૧૦ રૂપિયા હતું ને બે અઠવાડિયા પછી ત્યાં રહેવા પણ આવી ગયા.મહોલ્લો નવો પાડોશી બદલી ગયા.થોડા દિવસ ચંદાને અડવું અડવું તો લાગ્યું પણ સચવાઇ ગયું.મોટો લાભ કાંતિને થયો ત્યામ ઘણી છોકરીઓ હતી.તેમાં ધભીની બેીક સહેલી હતી તેમને મળીને ધભીએ કાંતિની ઓળખાણ બધીથી કરાવી દીધી પછી તેમના સાથે રમતો હતો.ધભી તો ક્યારેક આવે નહીંતર વેંલા કાંતિની પુછા કરતી હતી.તેના ભેગી સવી હતી પણ તેણીમાં હું પણું જરા વધારે પડતું હતું.કાંતિ તેણીને પોરસાવે
‘જો હું એક સાથે સો વખત દોરી કુદુ છું પછી તું કુદી બતાવ’
સવી પચાસ સુધી માંડ માંડ પહોંચે રાતના પગ દુઃખે તે પછાડીને બુમાબુમ કરે.એક દિવસ પગને આંટી મારી દોરી કુદી સવીને કહ્યું
‘આમ કૃષ્ણ ભગવાન કુદી બતાવ’
સવી તેમ દોરી કુદવા ગઇ ચારેક વખત કુદી ને પડી ગોઠણ અને કોણી છોલાણી ને રડતી રડતી ઘેર ગઇ સવીની દાદીને ખબર પડી
‘મર વાલામુઇ તું ઓલા કાંતિયાના રવાડે ક્યાં ચડી ઇ તો મુવો વાંદરો છે વાંદરો’
‘આ કાંતિયો જ્યાં જાય ત્યાં કોક ને કોક મલી જ જાય છે’વેંલાને જોઇ કાકુએ કહ્યું
‘જડસુ ને જડભરત થાવ તો કોઇ પુછા ન કરે’ચંદાએ કહ્યું
નવા મહોલ્લામાં આવ્યા પછી કાંતિને નવી સહેલીઓ તો મળી ગઇ પણ એક શીળીના ચાઠા વાળો છોલરો કનક તેનો દુશ્મન થઇ ગયો.કનક મુળથી જ અડવિતરો ઘણાને મારપીટ કરે અને કોઇ તેની રાવ લઇ તેની મા બેના પાસે જાય તો બેના કહેશે
‘ના…મારો કનક કોઇને મારે નહીં તારા નંગે જરૂર અડપલું કર્યું હશે.
એક દિવસ કાંતિ છોકરીઓ સાથે ટીટીવેસા નામની રમત રમતો હતો તો કનકે છોકરીઓને કહ્યુ
‘કાંતિયાને રમાડો છો તો મને પણ રમાડો.’
‘સૌથી પહેલા તારૂં ડાચું આરિસામાં જોઇ આવ’વેંલાએ કહ્યું તો કનકને રીસ ચડી ગઇ
કનક એકલો જ ન હતો તેના બે સાગરિત હતા જગલો ને કિશલો આ ત્રણેય ઉધમાતિયા.
પછી તેઓ કાંતિને હેરાન કરવા ટાંપીને બેઠા હોય.કાંતિથી આગળ કોઇ ચાલ્યો જતો હોય તો પગમાં
આંટી મારીને પાડીદે અને નામ કાંતિનું આવે.બ ત્રણ વખત કોઇના માથામાં વાગ્યું કોઇનું ગોઠણ
છોલાયું કોઇના બાવડામાં વાગ્યું આવી કાંતિના નામે આવતી ફરિયાદથી ચંદા કંટાળી ગઇ
એક દિવસ ત્રાંબા પિતળ ભારોભાર ગુબિત ખાવા કનકે મંદિરમાંથી પિતળની ઘંટા ચોરી ત્યારે જગલાએ કરામત કરી તે તેણે કાંતિથી આગળ જતા એક સબલા છોકરાને ધક્કો માર્યો તો તે કાંતિને મારકુટ કરવા લાગ્યો.તેમાં કિશલો અને જગલો ભળ્યા આમ મારઝુડ ચાલતી હતી તેની વચ્ચે લાગ જોઇ કનકે કાંતિના ખેસ્સામાં ઘંટા સેરવી દીધી અને પછી પ્રમાણિક થઇ મંદિરના પુજારીને બોલાવી લાવ્યો
‘કાંતિએ મંદિરની ઘંટા ચોરી છે મેં તેને ખીસ્સામાં નાખી ભાગતો જોયો હતો’
પુજારીએ કાંતિના ખિસ્સામાંથી ઘંટા કાઢી અને તેને ખબર પડીકે આ વાડીલાલનો દીકરો છે એટલે બાંવડું પકડી દુકાને લઇ આવ્યો
‘જો વાડીલાલ તારા નંગના પરાક્રમ મંદિરમાંથી પિતળની ઘંટાની ચોરી કરી છે’
‘કાંતિ…મારાજ શું કહે છે?’વાડીલાલે ખીજાઇને પુછ્યું
‘બાપુજી મેં ચોરી નથી કરી અને આ ઘંટા મારા ખિસ્સામાં ક્યાંથી આવી મને ખબર નથી’
કાંતિએ બધી વાત પહેલાથી છેલ્લે સુધીની કરી પણ વિશ્વાસ કરવા કોઇ તૈયાર ન હતું.
‘આ તો તારો નંગ છે એટલે જાવા દઊ છું નહીંતર હું તો પોલીસને સોંપવાનો હતો’
આ બધી વાત ચાલતી હતી ત્યાં સુધી કનક ચંદાને સમાચાર આપી આવ્યો કે કાંતિએ ચોરી કરી છે તો ત્રણેય ભાઇની કમાન છટકી
‘બા તું આખો દિવસ મારો કંતિ મારો કાંતિ કરતી હતીને લે લેતી જા તારા કપાળ પર તેણે લખી આપ્યું ચોરની મા’
ત્યારે કોણ જાણે કેવો કાળ ચોઘડિયો ચાલતો હતો એટલે કુતરા હાંકવા ખુણામાં મુકેલ લાકડી લઇની ગુસ્સામાં લાલચોળ ચંદા બહાર નીકળી ને જે કાંતિને અમસ્તી ટપલી પણ નહોતી મારી એ કાંતિને લાક્ડીથી ઢીબવા મંડી
‘એ…બા મેં ચોરી નથી કરી… એ હું નહોતો…બા એ હુમ નહોતો’કાંતિ કરગરતો રહ્યો.
‘મુવા કુપાતર હવે ઘરમાં પગ ન મેલતો જો આવ્યો તો ટાંટિયા ભાંગી નાખીશ…ને તમે આનો પક્ષ મ લેજો નહીંતર મારા કરતા ભુંડી કોઇ નહીં હોય’કહી લાકડી વાડીલાલને આપી ચાલી ગઇ અને વાડીલાલ માંથુ ધુણાવતો દુકાનમાં ગયો.
કાંતિ નીચું માથું કરી ચાલતા ચાલતા ભીડવાળા નાકા બહાર ચાલ્યો ગયો અને એક હોટલ સામે છોડેલા ખાલી ગાડા પર બેસી ગયો.એ હોટલમાં ગિરદી બહુ હતી અને કામ કરનાર છોકરો પગમાં મહેંદી મુકેલી નવવધુ જેમ ચાલતો હતો.તે દરમ્યાન બે ત્રણ ગ્રાહક ઊભા થઇને ચાલ્યા ગયા એરઅલે હોટલનો માલિક ખીજાયો.
‘એલા! દોસ્તારનો દીકરો સમજી નોકરી પર રાખ્યો આ રીતે ચાલશે તો હોટલ બંધ કરવાનો વારો આવશે’ એ સાંભળી કાંતિ ત્યાં આવ્યો અને હોટલવાળાને પુછ્યું
‘હું કામ કરૂં?’
હોટળાવાળો કંઇ જવાબ આપે તે પહેલાં કાંતિએ ખીંટી પર લટકતું કપડું લઇને ફટાફટ ટેબલો સાફ કરી પછી કપ-રકાબી અને ગ્લાસ ધોઇ કાઢ્યા હોટલવાળો તો કામ જોઇ ખુશ થઇ ગયો અને પેલા છોકરાને કહ્યું
‘જો એલા! બેશરમ આમ કામ થાય’
કલાક વાર રહીને ગ્રાહક ગયા પછી હોટલવાળાએ પુછ્યું
‘શું પગાર લઇશ?’
‘જુઓ શેઠ બે વખત ચ્હા-પાણી કરાવજો અને બે વખત રોટલા ખવડાવજો તે પછી તમને ઠીક લાગે તે આપજો મેં કદી નોકરી કરી નથી એટલે મને વધુ ખબર નથી.’કાંતિએ કહ્યું
બે દિવસ પ્રેમથી પસાર થઇ ગયા કાંતિને એક જ બીક હતી કોઇ ઓળખી જશે તો સત્તર સવાલ જવાબ કરશે એટલે અહીં જેટલું જલ્દી નીકળી જવાય એટલું વધુ સારૂં.ત્રીજા દિવસે એક કચ્છી અને એક સરદાર એમ બે ટ્રકવાળા આપસમાં વાતો કરતા હતા તેમાં કાંતિને ખબર પડી કે સરદાર મુંબઇ જવાનો છે.જેવો સરદાર ટ્રકમાં બેઠો એટલે કાંતિએ પુછ્યું
‘સરદારજી આપ મુંઝે બમ્બઇ લે જાયેંગે?’
‘મુફતમેં નહીં લે જાઉગા’સરધારે હસીને કહ્યું
‘મેરે પાસ પૈસે નહીં હય’કાંતિએ ખાલી ખિસ્સા બહાર કાઢી બતાવ્યા.
‘અરે! પૈસેકી બાત નહીં કામ કરના પડેગા’સરધારે કહ્યું
‘આપ બતાયેંગે મૈં કરુંગા’કાંતિએ કહ્યું
‘તો ચલ બેઠ ગડ્ડીમેં’સરધારે કહ્યું
કાંતિએ બે વરસ સરદાર સાથે કામ કર્યું એક દિવસ કોઇ મોટા માથાના નંગે પોતાની પ્રેમિકા સાથે મોબાઇલ પર વાત કરતા રિવર્સમાં ગાડી લેતા સરદારના ટ્રક સાથે ભટકાડી અને ગુન્હો સરદારના નામે નોંધાયો.
સરદારે કાંતિને સલાહ આપી કે જ્યામ તેમનો ટ્રક રિપેર થતો હતો તે અસલમના કારખાને જજે ને મારૂં નામ વાત કરજે એ તારે સંભાળ લેશે એમ કહેતા પૈસા ભરેલ એક કવર આપ્યું અને કહ્યું કે,આ તારી કમાણીના પૈસા છે.કાંતિ અસલમ પાસે આવ્યો અસલમ તેને ઓળખતો હતો એટલે કાંતિએ સરદારની કહેલ વાત પર આસરો આપ્યો.કાંતિએ અસલમને પેલો પૈસા ભરેલ કવર સાચવવા આપ્યો.અસલમે કહ્યું આમ રોકડા પૈસા ન રખાય એટલે બેન્કમાં તેનું ખાતુ ખોલાવી આપ્યું
કાંતિએ ત્રણ વરસ અસલમ પાસે કામ કર્યું ને સારો કારિગર થઇ ગયો.રિપેર થયેલ ગાડી ટ્રાયલ માટે લઇ જતા ડ્રાઇવિંગ શીખી ગયો તો અસલમે તેને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી આપ્યું. અસલમના કારખાના પર એક રિક્ષાવાળો સખારામ આવતો હતો.એક દિવસ તેની રિક્ષા જોઇને પુછ્યું’ભાઉ આપકી રિક્ષાકા નંબર તો અલગ હૈ’
‘વો મેરી દુસરી રિક્ષા હૈ’સખારામે કહ્યું
‘તો વો દુસરી?’કાંતિએ પુછ્યું
‘કિરાયે પર ચલતી હૈ’સખારામે કહ્યું
‘આપ મુંઝે ચલાને દેંગે?’કાંતિએ પુછ્યું
કાંતિ સખારામની રિક્ષા ચલાવતો હતો ને ઇમાનદારીથી જે કંઇ કમાણી થતી એ સખારામની ઘરવાળી સકિને આપતો હતો.બે મહિના પછી સખારામની રૂમની લાઇનમાં એક રૂમ ખાલી થઇ તે કાંતિ માટે ભાડે રાખવામાં આવી ત્યારે સકુ અને સખારામે તેની કમાણીના કાઢેલ ભાગના પૈસા આપતા કહ્યું આમાંથી તને જે જોઇએ તે તું લઇ લેજે અને આજથી તું મને તારી કમાણી માંથી ફકત ૧૦૦ રૂપિયા આપજે બાકીના તારા.
સરદાર પાસેથી મળેલા સખારામ પાસેથી મળેલા અને પોતાની કમાણીના પૈસામાંથી હળવે હળવે લગભગ બધું વસાવી લીધું.ફકત સવાર કે સાંજના ચ્હા પાણી તે બનાવી લેતો ફકત જમવાનું સખારામને ત્યાં હતું એક દિવસ બપોરના જમવા ટાણે કાંતિએ સખારામને કહ્યું નવી રિક્ષા લેવી છે અને લેવાઇ પણ ગઇ.
સકુ કાંતિની પોતાના નાનાભાઇ જેવે સંભાળ રાખતી હતી.એક દિવસ સકુની માશી માલ્વિકા તેણીની દીકરી શીલેખા સાથે આવી અને વાતમાંથી વાત નિકળતા માશીએ સકુને કહ્યું કે કોઇ છોકરો ધ્યાનમાં હોય તો બતાવ તો સકુએ કહ્યું કે છોકરો કચ્છનો છે પણ બહુજ નમ્રતા વાળો અને ભલો છોકરો છે અહીં પડોશમાં જ રહે છે બપોર સુધી રોકાઇ જા તો તને બતાવું.બપોરે કાંતિ જમવા આવ્યો શ્રીલેખા અને માલ્વિકાએ કાંતિને જોયો સકુએ કાંતિનું મન જાણી લીધું અને બે અઠવાડિયા પછી બંનેના લગ્ન થઇ ગયા,એક આખું અઠવાડિયું બંને કાંતિની નવી રિક્ષામાં મુંબઇ આખી ફર્યા.શ્રીલેખા મરાઠી બોલે ને કાંતિ કચ્છીમાં જવાબ આપે ને શ્રી લેખાને કહી દીધું હું મરાઠી નહીં બોલું તારે કચ્છી શિખવાની છે,વરસ દોઢ પછી શ્રીલેખા કચ્છી શિખી ગઇ.સુખી સમ્સાર ચાલતો હતો બે વરસ પછીકાંતિને ત્યામ દીકરો આવ્યો નામ પાડયું માધવ
@
કાંતિને ચંદાએ ઘરમાંથી કાઢી મુક્યો તેના ત્રીજા દિવસે ચંદા મંદિરમાં ગઇ ત્યારે એક બાઇ મારાજને પુછતી હતી’પછી ઓલ્યો શીળીના ચાઠાવાળો છોકરો પકડાઇ ગયો?’
‘શા માટે?’મારાજે આશ્ચર્ય પામતા પુછ્યું
‘શા માટે શું મેં તેને પેલી પિતળની ઘંટા ચોરવીને ભાગતા નજરો નજર જોયેલો’
આ વાત સાંભળી ચંદા’હે…રામ!!’કહી માથું પકડીને બેસી ગઇ.મારાજે ચંદાને પાણી પિવડાવ્યું તે પીને ચંદાએ કહ્યું
‘મને મારા પોતાના દીકરાપર વિશ્વાસ ન બેઠો ઇ બેચારો કરગરી કરગરીને કહેતો હતો બા હું ન હ્તો…હું નહતો પન મારા અભાગણીના હૈયા સુધી તેનો અવાઝ ન પહોચ્યો હાય રામ હવે કોણ જાણે બિચારો ક્યાં હશે.’કહી રડ્તી ચંદા ઘેર ગઇ.
વેંલા મેરાવા પોતાના મામાને ઘેરથી પાછી અને તેણીને ખબર પડી કે ચંદાએ કાંતિને ઘરમાંથી કાઢી મુક્યો છે તો ધભી સાથે આવીને અમ્દાને કહ્યું કે,કાંતિ પર જેટલા આળ ચઢાવવામાં આવ્યા છે એ બધા કનક.્કિશલા અને જગલાના કાર્સ્તાન છે.મુળ વાતની ખબર પડતા વાડીલાલે ઘણી ભાળ મેળવવાની કોશિશ કરી ત્યાં સુધીમાં તો કાંતિ મુંબઇ પહોંચી ગયો હતો જેની કોઇને ખબર સુધ્ધા નહતી.
સમય જતા કુંયા,આંધુ અને કાકુના લગ્ન થ્યા પછી કોઇ બાર મહિને કોઇ દોઢ વરસે અલગ થઇ ગયા.કુંયો વાડીલાલ સાથે દુકાને બેસતો હતો.કુંયાની ઘરવાળી ટીચર હતી અને ટ્યુશન ભણાવતી હતી.આંધુ એક બેન્કમાં પટાવાળાની નોકરી કરતો હતો નએ તેની ઘરવાળી સિલાઇ કરતી હતી,તો કાકુ ચ્હા રેંકડી ચલાવતો હતો અને કાકુની ઘરવાળીને ટીબી હતું તે લગ્ન પછી ખબર પડી.
એક વરસ બહુજ વરસાદ થયો.વરસાદના છાંટા બંધ થયો તો સૌ તળાવ ઓગનવાને કેટલીવાર છે એ જોવા જતા હતા.ગ્રાહક કોઇ હતા નહીં એટલે દુકાન બંધ કરી વાડીલાલ પણ નિકળ્યો ત્યાં રસ્તામાં છોટુ દલાલ મળી ગયો એટલે બધા ઓગનની આવ જોવા જતા હતા તે ભેગા તેઓ પણ ભળ્યા.ત્યાં બહુ મેદની જામી હતી તેમાં પગ લપસ્યો કે કોઇનો ધક્કો લાગ્યો પણ વાડીલાલ આવના વહેનમાં પડ્યો ત્યં તો બુમાબુમ થઇ એ!! માણસ પડી ગયો…માણસ પડી ગયો એ સાંભળી બે-ત્રણ પાણીમાં કૂદી પડયા પાણીના વહેણમાં જોર બહુ હતો તેમાં ફસેલા વાડીલાલની લાશ બે કલાક પછી મળી.
વાડીલાલ જતા દુકાન અને ઘર કુંયાએ પચાવી પાડ્યું ત્યારથી ચંદાની માઠી દસા બેઠી આ ઘરથી પેલા ઘર વચ્ચે ભાતકતી ચંદાને ત્રણેય ભાઇ ભેગા થઇને અનાથાશ્રમમામ મુકી આવ્યા.
ધભીના લગ્ન મુબઇમામ થયા હતા.એક દિવસ તેણી જે રિક્ષામાં ઘેર જતી હતી તે રસ્તામાં બગડી ગઇ એટલે તેણી બીજી રિક્ષાની રાહ જોતી આજુબાજુ નજર ફેરવતી હતી ત્યાં એક ઠેકાણે લગાડેલ બોર્ડ વાંચ્યું “રેન્ટ-કાર” પ્રોપરાયટર કાંતિલાલ વાડીલાલ ગાંધી તે વાંચી તેની ઓફિસમાં ગઇ અને ત્યાં બેઠેલી વ્યક્તિને પુછ્યું
‘કાંતિલાલ કીધર હૈ?’
‘મૈ હું કાંતિલાલ બોલો મેડમ ક્યા કામથા?’
‘કાંતિ મને ન ઓળખી હું ધભી’
‘અરે!! ધબી તું…? તેં પણ મને ક્યાં ઓળખ્યો પણ તું અહીં મુંબઇમાં ક્યારે આવી?’
‘હું બે વરસ પહેલા પરણીને અહીં આવી છું’કહેતા ધબી ખુરશીમાં બેઠી તો કાંતિએ તેણીને સરબત પિવડવ્યું પછી પુછ્યું
‘શું સમાચાર આપણાં ગામના બા-બાપુજી કેમ છે?’
‘લાગે છે તને કશી વાતની ખબર નથી’કહી ધભી રડી પડી.
કાંતિએ તેણીને સાંત્વન આપી પાણી પાયું પચી ધભીએ
કાંતિના ગયા બાદ ત્યાં શું થયું અને ચંદાના શું હાલ થયા.કાંતિ તેણીને પોતાની કારમાં પોતાના ઘેર લઇ ગયો અને શ્રીલેખા અને માધવ સાથે મેળાપ કરાવ્યું અને પછી ધભીને તેણીના ઘેર મુકી આવ્યો.બીજા દિવસે કાંતિ શ્રીલેખા અને માધવને લઇને પોતાના ગામ આવવા રવાનો થયો અને સીધો અનાથાશ્રમમાં ગયો ત્યાં તપાસ કરતા ખબર પડી કે ચંદાને હોસ્પિટલમાં એડમિટ કરી છે.કાંતિ ડોકટરને મળ્યો તો ખબર પડી કે ચંદા થોડા દિવસની મહેમાન છે.ચંદાની બેડ પાસે જઇને ચંદાની હાલત જોઇ કાંતિ રડી પડયો.ચંદા ક્યારેક ભાનમાં આવતી હતી નહીંતર આંખો મીંચી પડી રહેતી હતી.કાંતિએ ચંદાનો હાથ પોતાના હાથમાં લીધો તો ચંદાએ આંખો ખોલીને જોયું
‘કોણ?’
‘બા હું તારો કાંતિ’
ચંદાના ગળે દૂમો બાઝી ગયો એટલે બોલી ન શકી પણ આંખોમાંથી નદીમાં પૂર આવે તેમ આંસુ ઉમટી પડયા ચંદા તો કામ્તિના હાથને ચુમ્યા જ કરતી હતી.કાંતિએ શ્રીલેખા અને માધવની ઓળખાણ કરાવી તો માધવ દાદી …દાદી કરવા લાગ્યો તો ચંદાએ તેનો હાથ પકડીને પાસે બોલાવીને તેના ગાલે બચીઓ ભરી અને શ્રી લેખાને આશિર્વાદ આપ્યા.કાંતિએ ડોકટરને કહ્યું
‘હું મારી માને પ્લેનથી મુંબઇ લઇ જવા માગું છું ડિસ્ચાર્જના ડોક્યુમેન્ટસ તૈયાર કરાવો’
હજી આ વાત ચાલતી હતી ત્યાં શ્રીલેખા દોડતી આવી
‘કામ્તિ બા કશું બોલતા નથી’
ડોકટર અને કાંતિ ચંદાના બેડ પાસે આવ્યા તો ડોકટરે ચંદામા માથા પર ચાદર ઓઢાળી કહ્યું
‘‘સોરી મી.કાંતિ સી ઇઝ નો મોર’
Filed under: Stories | 1 Comment »