સોણલાં

SB

‘સોણલા’

(રાગઃ આજા સનમ મધુર ચાંદનીમેં હમ……)

કાળા નયન,કરે સોણલા સયન,

ક્યાંક ઉઘડી ન જાય

બંધ નયનોના દ્વાર,

સોણલા ન જાયે બહાર (૨),

આવે ન હાથ,કદી છોડે જો સાથ,

વિજ કેરા ઝબકારા સમ એની છે ચાલ

દોડતી હો જાણે ગઝાલ (૨)……  

કાળા નયન

એવી તે શી વાત થઇ.કેમ તું મીઠું મલકાય છે                                                          

પુછવા શું જગાડું તને,ઉંઘમાં શું દેખાય છે,

એટલાને કાજ શું,ઉંઘથી જગાડવી      )

રાત તો વીતી જશે,ઊંઘ શું બગાડવી  )(૨)

કાળા નયન…..

કાળા કાળા કેશમાં,મખમલનો આભાસ છે,

ભીની ભીની આવતી,

મઘમઘતી સુવાસ છે,

કેશની બે લટ સરે,પવનમાં એ ફરફરે,      )

ગાલ પર એની રમત,જોઉ તો મનને હરે    )(૨)

કાળા નયન

સોણલા કેરા સ્વર્ગથી,ધરતી પર લઇ આવવી,

આ અજવાળી રાત તો.તારા સંગમાં મહાલવી

એમ ‘ધુફારી’કહે,એકલો શાને રહે,         )

આ ઘડી વીતે પછી,ના કદી પાછી વળે, )(૨)

કાળા નયન…..

૧૫.૦૭,૨૦૧૨