રોજ પુછું છું

LB3

‘રોજ પુછું છું’

મને દેખાય છે તું કેમ છો પણ રોજ પુછું છું;

સખી તું કેમ છો એવું સદા હું રોજ પુછું છું

હસે છે હોઠમાં મીઠું પડે છે ગાલમાં ખંજન;

ઝલક એ માણવા માટે સદા એ વાત પુછું છું

સદા નક્કી કરેલી છે  જગા પર રોજ આવીને;

સખી આ બાંકડા પર બેસસું શું એમ પુછું છું

કરે છે અવનવી વાતો સદા શ્રોતા રહું છું હું;

ન કરવા રસ તણું ભંજન ન પ્રશ્નો કોઇ પુછું છું    

‘ધુફારી’ને ગમે છે સ્પર્શ તારા ગાલ લિસ્સાનો;

નથી રડતી છતાં પણ ગાલ તારા રોજ લુછું છું

૦૬-૧૦-૨૦૧૨