આગમન’
ભલેને ધોમ ધખતા હોય લૂ શિતળ પવન લાગે;
ભલે વેરાનમાં ઊભા છતાં પણ ત્યાં ચમન લાગે
ઉમંગોની તરંગોમાં તરી જાતા હતા શબ્દો;
કરી ભેગા અને વાંચ્યા મધુરા એ કવન લાગે
હતા કાગળ તણાં ફૂલો ભરીને છાબમાં મુક્યા;
ભરી ખોબો જરી જોયા મહેકતા એ સુમન લાગે
બધે ઘોંઘાટ કોલાહલ અને કોહરામની વચ્ચે;
નયન મીંચી મળ્યા ખુદને બધે શાંતિ ચમન લાગે
કદી સુનકાર ભેદીને ગઝલ સંભળાવવા આવે;
ટકોરા દ્વાર પર વાગ્યા ‘ધુફારી’ આગમન લાગે
૦૫-૧૦-૨૦૧૨
Filed under: Poem | Leave a comment »