‘વાત ધીમે કરોજી’
(રાગઃ ઊંચી નીચી હૈ ડગરિયા… … …)
પાછલા પાડોસી પણ જાગતા,વાતો સાંભળવા માંગતા;
વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી
ફળિયામાં સસરાજી જાગતા,પીઠ પછવાળે તાકતા;
વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી
દોડતા જો આવ્યા તો લોકો વહેમાય છે;કાચા કુંવારાના હૈયા શરમાય છે
ભુખી નજર આજુબાજુ ફરે છે કોણ જાણે કોને એ શોધ્યા કરે છે
ઠંડા નિસાસા નાખતા,ચહેરાઓ હસ્તા એ દાખતા
વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી
ખુણામાં દિવડો ઝાંખો બળે છે,અંધારૂં લાગેકે હળવે રડે છે;
બારીએથી વાયુ એવો સરે છે,લાગે કે જાણે એ પહેરો ભરે છે
વનમાં શિયાળવા રાગતા.ભુત કેરા ભણકારા વાગતા
વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી
આંખોની વાતોને હોઠે ન લાવો,હૈયામાં પ્રીત કેરો વાગે છે પાવો
મણિધર સમાણું મનડું ડોલે છે,મીઠા બે શબ્દો તું જ્યારે બોલે છે
‘ધુફારેી’પણ કહેવા એ માગતા,આવો નહીં એમ કદી ભાગતા \
વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી
૨૭.૦૭.૨૦૧૨
Filed under: Poem |
Leave a Reply