મરજીવા

મરજીવો

‘મરજીવા’

પીળા પડેલા પાન સમ જે કદી ખરતા નથી

તે જીવનમાં બીકના ઓથારે કદી મરતા નથી

આંખ મીચી રાહ પર જો ચાલવા લાગ્યા પછી

ભુલથી પારોંઠના પગલા કદી ભરતા નથી

સમયના દરિયા મહીં જેઓ કદી જંપલાવશે

એ છે મરદ મરજીવા જેઓ કદી મરતા નથી

જેમના હૈયે સરિતા હરખની વહેતી હો સદા

તેઓ નિસાસા નીરાશાના કદી ભરતા નથી

કો’ કરે નિંદા અગર તો કો’ કરે કુથલી ભલે

ભંભેરણીની રાઇ મનમાં એ કદી ભરતા નથી

હૈયા તો મુલાયમ ફૂલ સમ છે એમ જે સમજે

ક્રુર થઇને કોઇના હ્રદય ઠેબે કદી ધરતા નથી

આ ‘ધુફારી’ દિલ મહીં છે ખાત્રી એવી જરૂર

કોઇ ખોટા યા નકામા કામો કદી કરતા નથી

૧૯-૦૪-૨૦૧૩

 

વાત ધીમે કરોજી

VG

‘વાત ધીમે કરોજી’

(રાગઃ ઊંચી નીચી હૈ ડગરિયા… … …)

પાછલા પાડોસી પણ જાગતા,વાતો સાંભળવા માંગતા;

વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી

ફળિયામાં સસરાજી જાગતા,પીઠ પછવાળે તાકતા;

વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી

દોડતા જો આવ્યા તો લોકો વહેમાય છે;કાચા કુંવારાના હૈયા શરમાય છે

ભુખી નજર આજુબાજુ ફરે છે કોણ જાણે કોને એ શોધ્યા કરે છે

ઠંડા નિસાસા નાખતા,ચહેરાઓ હસ્તા એ દાખતા

વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી

ખુણામાં દિવડો ઝાંખો બળે છે,અંધારૂં લાગેકે હળવે રડે છે;

બારીએથી વાયુ એવો સરે છે,લાગે કે જાણે એ પહેરો ભરે છે

વનમાં શિયાળવા રાગતા.ભુત કેરા ભણકારા વાગતા

વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી

આંખોની વાતોને હોઠે ન લાવો,હૈયામાં પ્રીત કેરો વાગે છે પાવો

મણિધર સમાણું મનડું ડોલે છે,મીઠા બે શબ્દો તું જ્યારે બોલે છે

‘ધુફારેી’પણ કહેવા એ માગતા,આવો નહીં એમ કદી ભાગતા \

વાત ધીમે કરોજી,સજણ ધીમે કરોજી

૨૭.૦૭.૨૦૧૨