‘શહેર’
(રાગઃજિંદગી ખ્વાબ હૈ… ….)
શહેરની ગોદમાં…. ….
ગોદમાં ક્યાંક અંધેર તો ક્યાંક ઉજાસ છે
ક્યાંક ઉજાસ છે…શહેરની ગોદમાં
રાજમાર્ગો પર જુઓ ક્યાંક ટમટમિયા બળે (૨)
લાકડી દીવા તણો તો ક્યાંક અજવાસ છે….શહેરની ગોદમાં
રાજમાર્ગો પર જુઓ ક્યાંક ખાડા ટેકરા (૨)
તે મહીં સાથે ભળેલી ગંદકીની વાસ છે….શહેરની ગોદમાં
રાજમાર્ગો પર હરાયા ઢોર સાથે કુતરા (૨)
તે મહીં સાથે રખડતા ભીખલાનો ત્રાસ છે….શહેરની ગોદમાં
રાજમાર્ગો પર જુઓ લારીઓ મેળો ભરે (૨)
ત્યાં જ ખાતા રહેલા લોક ભુખ્યા ડાંસ છે….શહેરની ગોદમાં
રાજમાર્ગો પર ધુમાળા ઓકતા વાહન ફરે (૨)
એ મહીં ચાલ્યા જતા ‘ધુફારી’ આભાસ છે….શહેરની ગોદમાં
૨૭.૦૭.૨૦૧૨
Filed under: Poem | Leave a comment »