‘કક્કાવારી’
અહમદનગરના અમથાલાલે અમૃતલાલ અમદાવાદીને અપક્ષ અનામતનો અધિકાર અપાવ્યો.
આચાર્યનંદસ્વામીએ આશ્રમના આદર્શનો આઠમો આદેશ આખાબોલા આત્મારામને આપ્યો.
ઇશ્વરલાલે ઇન્દ્રપ્રસ્થમાં ઇશ્વરની ઇકોતેર ઇબાદત ઇચ્છી
ઉમરગાંવના ઉમરશીએ ઉધનાના ઉત્તમચંદને ઉજાણીમાં ઉડતીરકાબીથી ઉત્તરસાંડામાં ઉતાર્યો.
કપુરચંદે કાતિલાલની કલ્યાણીના કર્ણફૂલ કાઢવા કાનજીની કંકુને કાનમાં કહ્યું
કસ્તુરીએ કાચા કુંવારા કાનજી કનેથી કાન કુંવર કહીને કાકડી, કાંદા, કોબીજ,કાચી કેરીનું કચુંબર કરાવ્યું.
કલ્યાણજીના કોલસાની કાળાબજારના કાળાનાણાના કોથળા કોલસાની કોતરોમાંથી કઢાવ્યા.
ખટસવાદિયા ખેતસીએ ખોંચરા ખીમજીના ખટારામાં ખડ્નો ખડકલો ખડકાવ્યો
ખોડીદાસે ખીમશંકરના ખખડઘજ ખોરડા ખજાનાના ખાંખાખોડા ખાતર ખોલાવ્યા.
ખેતસીના ખેતરમાં ખુમાણસિંહે ખોંખારો ખાઇને ખાણેત્રાના ખાડા ખોટે ખોટા ખોદાવ્યા.
ગમનલાલે ગોમતીને ગમતા ગુલાબના ગજરા ગુંથી ગમેલામાં ગોઠવ્યા.
ઘસીટારામે ઘનશ્યામના ઘોડાના ઘાવમાં ઘાસલેટ ઘસ્યું.
ચુનિયાની ચંડાળ ચોકડીએ ચંપકલાલને ચાંદી ચોરવાના ચકચારને ચેનલમાં ચગડોળે ચડાવ્યો
છગનલાલે છેલબટાઉ છોટાલાલથી છડેચોક છ છોકરીઓને છેતરાવીને છસરામાં છુપાવીને છાપામાં છપાવ્યું
જામનગરના જગજીવને જેતપુરના જગલાને જાણીજોઇને જનમટીપ જેલમાં જલાવ્યો.
જમનાદાસે જામજોધપુર જતી જાનમાં જબરદસ્તી જઇને જમણવારની જ્યાફતમાં જમ્યો.
જીવલીએ જશોદાના જડ્ભરત જમાઇ જગલાને જબ્બરદસ્તી જાડી જલેબી જમાડી.
ટોકરસીની ટાઇગર ટીમથી ટેબલટેનીસમાં ટોપણદાસની ટીમે ટકકર ટાળી
ઠાકરસીએ ઠાકોરદાસને ઠીકરે ઠીકરે ઠપકારી ઠમઠોર્યો
ઢેબરભાઇએ ઢોરવાડામાંના ઢગલા ઢેડાવ્યા
તલકસીએ ત્રાજવામાં ત્રણ તોલા તપકીર તોલી તભાભટ્ટ્ને તાબડતોબ તગેડ્યો
થાવરદાસે થાણાના થાણેદારને થાબડી થાબડીને થકવ્યો
દામજીએ દામોદરની દાળમાંથી દાળઢોકરી દાબી દાબીને દીનકરની દાળમાં દીધી
ધનજીએ ધુપેડામાં ધુપ ધબેડીને ધનાભગતને ધમકાવીને ધજાગરામાં ધકેલ્યો
નારાણપરના નાનજીએ નેત્રાના નરસિંહને નાવણિયામાં નાહકનો નવડાવ્યો
પાલનપુરનો પરસોત્તમ પાટણની પ્રેમીલાના પ્રેમમાં પડ્યો
ફતેહસિંહે ફોજદાર ફોગટ્લાલને ફોગટના ફેરામાં ફસાવ્યો
બકોરભાઇએ બાસમતીની બે બોરી બીજવર બાલાશંકરની બૈરીને બટાટાની બાર બોરીના બદલે બદલાવી
ભુજપરના ભાનુશંકરના ભાણેજ ભવાનીદાસે ભીમજીની ભણકેલી ભેંશને ભગાડીને ભાગ્યવંતીભાભીને ભળાવીને ભારખટારામાં ભાગ્યો.
માધાપરના મયાશંકરે મનજીભાઇની મેનાવતીની મીઠી મોહિનીમાં મોહાઇને મોબાઇલ મોક્લાવ્યો.
મહેન્દ્રે માલતીને મનોહર મહેંદી મુકી મલકાયો.
યેવતમાલના યશવંતે યથાયોગ્ય યજ્ઞ યોજ્યો.
રતનાલના રતીલાલે રતલામના રામશંકરની રેંકડીમાં રૂપશંકરની રદ્દી રખાવી.
લજપતનગરના લવજીએ લક્ષ્મીની લાલીથી લધુભાઇના લગનના લેખ લખાવ્યા.
વનેચંદના વરઘોડાની વધામણી વહોરતા વીરચંદના વિનિયાને વાડી વચ્ચે વીરજીભાઇ વઢ્યા
શાંતિલાલે શશિકાન્તને શિયાળાની શરદીમાં શરમાવ્યો.
સુમનના સહવાસમાં સદા સુખી સુશિલાને સોમાભાઇએ સહપરિવારના સાચા સબંધ સમજાવ્યા.
હરીલાલે હઠીસિંહને હુતુતુતુની હરિફાઇમાં હરાવીને હસ્યો.
Filed under: General |
જ્ઞાનચંદની જ્ઞાતિમાં જ્ઞાતિજનો જ્ઞાતવ્યના જ્ઞાન થી જ્ઞાત્યા.
ક્ષત્રીયો ક્ષેત્રસંન્યાસથી ક્ષોભાયા.