ચાહી હતી

“ચાહી હતી”

(રાગઃઆપકી આંખોમેં કુછ મહેંકે હુવેસે ખ્વાબ હૈ)

મેં તને ચાહી હતી એ વાત જુની થઇ ગઇ;
એ સમય ચાલ્યો ગયો ને યાદ એની રહી ગઇ
મેં તને ચાહી હતી … … …

તું મળેલી જે જગા પર આજ તું મળજે મને;
યાદના સંભારણાઓ શોધશું જઇ ત્યાં કને,
લાગશે એવું કદાચિત સાંજ પલ્લવિત થઇ ગઇ;
મેં તને ચાહી હતી … … …

પ્રેમનો એકરાર તો તેં કદી કિધો નથી;
તે કદી એ વાતનો સંકેત પણ દિધો નથી,
શી હતી એવી વ્યથા કે વાત ગર્ભિત રહી ગઇ,
મેં તને ચાહી હતી … … …

ચાલ એવી છોડ પણ બણજે હતું વીતી ગયું;
યા થયેલી હાર કોની કોણ ત્યાં જીતી ગયું,
ના “ધુફારી” બોલશે પણ વાત ચર્ચિત થઇ ગઇ;
મેં તને ચાહી હતી … … …

૧૬/૦૯/૨૦૧૧

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: