કરોળિયો

“કરોળિયો”

મન કરોળિયો જાળુ ગુંથે,લાગણીના આરે;
દશે દિશાએ દોડી ફરતો,વણ તૂટેલા તારે
તાર જોડવા ખૂંટા ખોડ્યા,નાસૂર થઇ એ દુઝે;
ત્યાં પહોંચવા ચાલ્યો ત્યારે ચરણકમળ કાં ધ્રુજે?
વિચાર વાયુ વાવા લાગે,કરોળિયો મુંઝાતો;
ડમરી સાથે જાશે જાળું,વિચારતા ગભરાતો
સ્વપ્ન કેરા પતંગિયાઓ રંગબેરંગી લાગે;
કરોળિયાના જાળાથી પણ,એતો રહેતા આગે
તરંગ કેરી માખીઓ,બણબણ કરતી દીઠી;
“ધુફારી” કહે કરોળિયાને,લાગે એ મધ મીઠી

૨૭-૧૨-૨૦૧૧