મળી’તી તું મને

“મળી’તી તું મને”

સંધ્યા હતી સોહામણી જ્યારે મળી’તી તું મનેઃ
મીઠી હતી એ તો ઘડી જ્યારે મળી’તી તું મને
આનંદ ને ઉલ્લાસનો માહોલ જોયો ચોતરફ;
હળવે રવિ ત્યાં આથમ્યો જ્યારે મળી’તી તું મને
લીસી હતી મખમલ સમી નીશા ઢળી સોહામણી;
આગોશ એની યાદ કર જ્યારે મળી’તી તું મને
શીતળ પવનની લહેરમાં લહેરાઇ’તી તારી લટો;
તારું વદન ઢાંકી રહી જ્યારે મળી’તી તું મને
ચિબરી તણાં ચિત્કારથી દોડી મને ભેટી હતી;
જોયું”ધુફારી”એ હતો જ્યારે મળી’તી તું મને.

૨૮-૧૨-૨૦૧૧