જીવવા દેજો

જીવવા દેજો

મને મારી  જ મરજીથી જરા તો જીવવા દેજો
નથી દેવો કશો પણ  દોષ કોને  જીવવા દેજો
જગતના  જેલખાનામાં  મને કેદી બનાવ્યો છે
અપેક્ષા કંઇ નથી રાખી કશી પણ જીવવા દેજો
સજા તો ક્યારની પામી  ગયો છું  કોર્ટ પાસેથી
ફરીથી  ના  સવાલો પુછશો  બસ જીવવા દેજો
અગર કરશે ધુફારી જો અરજ બસ એટલી કરશે
મને  છુટી  જવા  માટે  મળે  તક જીવવા દેજો

૨૮/૦૫/૨૦૧૧