“કોને ખબર?”
લાગણીછે વાંઝણી શું શું કરે કોને ખબર?
રાખતા કો આશ પણ પુરી થશે કોને ખબર?
કોઇ અવઢવમાં પડીને ચાલતા કો વહેણમાં;
કે વમળમાં એ ફસાવી કયાં જશે કોને ખબર?
પ્રેમની ભીનાશમાં ભીંજાયલા તમને લઇ;
કોઇ સુકકા ભઠ મહીં રઝડાવશે કોને ખબર?
સ્પંદનો કુણા ભલે હો કેટલા હો મીઠડા;
તીર સમ ભોંકી કરી છેદી જશે કોને ખબર?
લાગણીની માંગણીના રૂપ બદલાતા રહે;
આ“ધુફારી”નું કહ્યું કો માનશે કોને ખબર?
૨૨/૦૫/૨૦૧૧
Filed under: Poem |
શુ કોઇ એ લાગણી નો ચેહ્રરો જોયો હશે?
શુ તે અમરવેલ જેવી હોતી હશે ?
અવજ્ઞા ના તાપે મૂરઝાય જાય ,
જરા જો વરસે પિયુ ઝરમર…..
તરત ફરી નવપલ્લિત …..!!!
https://piyuninopamrat.wordpress.com/2010/07/09/%E0%AA%B2%E0%AA%BE%E0%AA%97%E0%AA%A3%E0%AB%80-%E0%AA%A8%E0%AB%8B-%E0%AA%9A%E0%AB%87%E0%AA%B9%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B0%E0%AB%8B/