કોને ખબર?

“કોને ખબર?”

લાગણીછે વાંઝણી શું શું કરે કોને ખબર?
રાખતા કો આશ પણ પુરી થશે કોને ખબર?
કોઇ અવઢવમાં પડીને ચાલતા કો વહેણમાં;
કે વમળમાં એ ફસાવી કયાં જશે કોને ખબર?
પ્રેમની ભીનાશમાં ભીંજાયલા તમને લઇ;
કોઇ સુકકા ભઠ મહીં રઝડાવશે કોને ખબર?
સ્પંદનો કુણા ભલે હો કેટલા હો મીઠડા;
તીર સમ ભોંકી કરી છેદી જશે કોને ખબર?
લાગણીની માંગણીના રૂપ બદલાતા રહે;
આ“ધુફારી”નું કહ્યું કો માનશે કોને ખબર?

૨૨/૦૫/૨૦૧૧