અછાંદસ ૨

‘‘અછાંદસ”

બે ચાર પેગ પેટમાં ઢળ્યા
અને આંખના પડળ મળ્યા
અંધકારના કાળા પડદા પડયા  
મગજ પ્રોજેક્ટરના ચક્રો ફર્યા
મન પડદા પર રૂપેરી કિરણો ઝર્યા
તેમાં કંઇક રંગો ના ધાબા
કોલિડોસ્કોપિક ડિઝાઇનના ડાઘા
ભૂમિતિના વણઉકેલ્યા ખૂણા
ધગધગતી આગ ઓકતા ગંજેરીના ધૂણા
કોઇ કોમળ આંગળીઓના છાપા
કોઇ માંડ ચાલતી પગલી કરતી પાપા
આ બધુ ભુસીને
મન કોમ્પ્યુટરે જ પ્રોગ્રામ બનાવ્યો
ચાલો આજે ખુબસુરતની રેખાને જઇ મળીએ
કોરાકાગઝ જેવી જયા સાથે ફરીએ
જોની મેરા નામ વાળી હેમા સાથે લડીએ
શ્રીદેવી પદ્મિની સંગે નાચી સ્મિતા સાથે ગાઇએ
ચાલો સાગરમાંની ડિમ્પલ સાથ પલળીએ
અભિનય સમ્રાટ સંજીવકુમારને એક સલામ ભરીએ
રાજેશ સાથે અમિતાભનો મૈત્રી કરાર કરીએ
સત્રુઘ્ન પર કેસ કરીને રણજીત સાથે લડીએ
અજીત કેરા માલની હેરાફેરી કાદર સાથે કરીએ
જગદીશરાજ,ઇફ્તખાર ને અમજદની મદદ કરીએ
ઓમપ્રકાશ ને ડેવીડ સાથે થોડી ચર્ચા કરીએ
હંગલ સાથે હસી કરીને ક્રેષ્ટો સાથે રડીએ
દાદી દુર્ગાખોટે કહી દીના પાઠકના પાઠ ભણીએ
લીલામૌશી જેવી સંતોષીના હાથનો માર ખાઇએ
ત્યાં તો લોક-પરલોક મહીંના પ્રેમનાથને ભાળ્યો
પાડા ઉપર બેસીને એ હાથમાં લાવ્યો ગાળિયો
ચાલ જીવ તું મુઝ સાથે
એ યમરાજ ખરેખરો લાગ્યો
પણ વેઇટરે મને ઢંઢોળ્યો
તંદ્રામાંથી હું જાગ્યો
ત્યારે વેઇટર મને દેવદૂત સમ લાગ્યો

૦૧/૦૪/૧૯૮૮