અંધારી રાત

“અંધારી રાત”

રાગઃ વો ચાંદની કી રાત થી… … … …) 

એ રાત અંધારી હતી બેઠો હતો એકાંતમાં;
વહેતી હતી ઠંડી હવા ખુશ્બુ ભરી  એકાંતમાં… ……એ રાત અંધારી હતી
તમરા ઘણાં બોલ્યા કરે પોતા તણા અંદાઝમાં;
એમાં નથી શબ્દો કશા તો પણ ગમે એકાંતમાં. ……એ રાત અંધારી હતી
યાદો તણી પોથી મળી’તી ઉર તણાં ઊંડાણથી;
પાના બધા ખુલતા ગયા તાજા થયા એકાંતમાં. …..એ રાત અંધારી હતી
વિચારના વંટોળમાં પાના બધા વિખરાઈને;
ચોતરફ ઉડી ગયા રજકણ બની એકાંતમાં … …….એ રાત અંધારી હતી
રજકણ મહીંથી ઉદ્ભવી એવી અનોખી આકૃતી;
વિસ્મિત “ધુફારી”જોતો રહ્યો વાહ!કહી એકાંતમાં…એ રાત અંધારી હતી

૨૭/૦૪/૨૦૦૮

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: