રહેવા દો

“રહેવા દો”

મને પારેવડું માની ડરાવાનું રહેવા દો;
કરવાની જ મનમાની ડરાવાનું રહેવા દો.
કરેલો પ્રેમ મેં કોને?કરી ખણખોદ જાણીને;
ચડાવી એ જ ચગડોળે ડરાવાનું રહેવા દો.
નથી ખોટા કશા કામો કદી કીધા ઉમરભરમાં;
ન મળશે કાંઇપણ એવું ડરાવાનું રહેવા દો.
વમળ તો સદા આવ્યા અને તોફાન પણ લાવ્યા;
કરી એ વાત ને તાજી ડરાવાનું રહેવા દો.
અચળ શીલા સમી આ જિન્દગી વીતી ગયેલી ને;
ફરી ભૂકંપ સર્‍જીને ડરાવાનું રહેવા દો.
“ધુફારી”તો સદા મસ્તી મહીં જીવ્યો જીવન આખું;
કરી મસ્તી તણી પસ્તી ડરાવાનું રહેવા દો.

૧૮-૦૫-૨૦૧૦

6 Responses

 1. નથી ખોટા કશા કામો કદી કીધા ઉમરભરમાં;
  ન મળશે કાંઇપણ એવું ડરાવાનું રહેવા દો………..સરસ !

  • આ તો મારા અંતરની અભિવ્યક્તિ છે આમેય મને જૂઠાણા સામે સખત નફરત છે
   આભાર

 2. આદરણીય શ્રી પ્રભુલાલ કાકા,

  ધુફારી”તો સદા મસ્તી મહીં જીવ્યો જીવન આખું;
  કરી મસ્તી તણી પસ્તી ડરાવાનું રહેવા દો.

  એકદમ ખુમારીથી ભરપુર કવિતા ગમી અને ખુબ માણી.

  આવો આસ્વાદ જીવનમાં કોઈક વાર ચાખવા મળે છે.

  નમસ્કાર કાકા.

  ગોવિંદ પટેલ ( સ્વપ્ન )

  • દીકરા ગોવિંદ

   કહે છે ને કે જે હૈયે હોય તે જ હોઠે આવે પણ આહીં જરા ફરક છે અને તે એટ્લો જ કે જે હૈયે હોય એ કલમે આવે
   આભાર

  • ડૉકટર સાહેબ

   તમે કઇ રચના સામે કોમેન્ટ (જો કે કશુય લખ્યું નથી) તે સમજાયું નહીં

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: