“સર્જન કરે”
ફૂલ પર બે બુંદ મુકીને મદન ચુંબન કરે;
આ પ્રણયની વાત કરવા ભંમરો ગુંજન કરે.
વન મહીં આ પ્રેમ કેરી વાત વનચર જાણતાં;
એટલે આનંદમાં આ કોકિલા કુંજન કરે.
કોકિલાના નાદના પડઘા પડે વન વન મહીં;
વાંસને ફૂકે પવન ‘ને મોરલો નર્તન કરે.
આ “ધુફારી” આંખડી આ દ્રષ્યથી વિષ્મય કરે;
વાહ! જગતના તાત તું પણ અવનવા સર્જન કરે.
૦૭-૦૬-૨૦૦૭
Filed under: Poem |
સરસ કાવ્ય છે …. કુદરત તણા કરતબ પણ કંઈ અજબ છે …… વડીલ આપ પણ સમય કાઢી “પિયુની નો પમરાટ” માણવા જરૂરથી પધારશો …. આપની મુલાકાતથી મને પણ પ્રોત્સાહન મળશે …
http://piyuninopamrat.wordpress.com/2010/10/26/%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AA%AC-%E0%AA%85%E0%AA%9C%E0%AA%AC-%E0%AA%95%E0%AA%B0%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%9B%E0%AB%87-%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AA%B0%E0%AA%A4/
દીકરી પારૂ હા સમય હશે ત્યારે જરૂરથી તારો બ્લોગ વાંચીસ