“સર્જન કરે”

“સર્જન કરે”

 ફૂલ પર બે બુંદ મુકીને મદન ચુંબન કરે; 

આ પ્રણયની વાત કરવા ભંમરો ગુંજન કરે.

 વન મહીં આ પ્રેમ કેરી વાત વનચર જાણતાં;

 એટલે આનંદમાં આ કોકિલા કુંજન કરે.

કોકિલાના નાદના પડઘા પડે વન વન મહીં;

વાંસને ફૂકે પવન ‘ને મોરલો નર્તન કરે.

આ “ધુફારી” આંખડી આ દ્રષ્યથી વિષ્મય કરે;

વાહ! જગતના તાત તું પણ અવનવા સર્જન કરે.

 ૦૭-૦૬-૨૦૦૭