“વરસાદ”
મોસમ હતી વરસાદની ને રાત પણ કાળી હતી;
ત્યાં વીજ ઝબકારે મળી લલના એ રૂપાળી હતી.
વસ્ત્રો બધા ભીંના હતા બુંદો ટપકતી કેશથી;
ઘેધૂર વડ છાયા તળે ઊભી ધરી ડાળી હતી.
થરથર બદન કંપી રહ્યું ઠંડા પવનની ઝાપટે;
ઝંખી રહી’તી હૂંફને તેથી અદબ વાળી હતી.
હું પણ હતો એ વડ તળે અણજાણ આ અણસારથી;
સરકી અચાનક કોટમાં ને પાંપળો ઢાળી હતી.
જ્યારે “ધુફારી” નયનમાં જોતી જરા સરકી વધુ;
બાઝી પડી એ વેલ સમ ને પીઠ પંપાળી હતી.
૨૪-૦૬-૨૦૦૭
Filed under: Poem |
Leave a Reply