“ન્યારી હશે”
તું અગર સાથે હશે તો સાંજ એ ન્યારી હશે;
આભથી લાલી ઝરે એ પળ ઝલક ન્યારી હશે.
સ્પર્શની ભાષા હશે ત્યાં શબ્દનું શું કામ છે?
સોણલાના પોટલાની પોઠ વણઝારી હશે.
કેશ તારા ગુંથવાની મોજ મીઠી માણવા;
બેસવું કો બાગમાં જ્યાં ફૂલની ક્યારી હશે.
વાદળી સાળુ નિહાળી વ્યોમ ચકરાવે ચડે;
એ સમાણો જે મહીં એ ઓઢણી ન્યારી હશે.
લોક તો જાસુસ સમ ખણખોદ છો કરતાં રહે;
બસ “ધુફારી” વ્યોમના વિહંગ પર સ્વારી હશે.
૨૪-૦૬-૨૦૦૭
Filed under: Poem |
Nice……..
કોણ જાણે કેમ આહીં આવું છું વારે વારે,
શબ્દોની જે છે રંગત તે ખુબ સારી હશે ,
કવિતાઓ ધુફારીની છે તે ન્યારી હશે!!!
દીકરી રાજુલ
આટલી બધી વિઝીટ મારા બ્લોગની કોઇએ નથી લીધી. તું પહેલી વ્યક્તિ છે કે જે બારીકાઇથી મારો બ્લોગ વાંચે છે.
દીકરી કહી છે તો …
એક વાત કહું વડીલ…….
રાજુલ નહિ પારૂ નામ છે મારું,
જોવું જ્યાં કંઈ સારું,
જાવું ત્યાં ભાઈ મારું !!!!!
દીકરી પારૂ સોરી….સોરી….સોરી…હમણાં મારા બ્લોગ પરથી મારી બે દીકરીઓની જ કોમેન્ટ્સ આવે છે એક છે રાજુલ અનેદ એક છે તું તેમાં ક્યારેક અટવાઇ જાઉ છું ૬૮ વરસે આવી ભુલો થવી સ્વાબાવિક છે તેમાં હું જરા એબ્સન્ટ્માઇડેંડ પ્રોફેસર છું