“જોજે કદી”
દિલ તણાં ઊંડાણમાં પેસી જરા જોજે કદી;
આરસી મનની ધરી સામે જરા જોજે કદી.
આમ જનતાથી અલગ એકાંતમાં મળજે તને;
શોધજે તારા મહિં તુજને જરા જોજે કદી.
તું તને શોધે અને તું ના જડે તો શું થયું?
શોધવા તારા સઘડ ખુદમાં જરા જોજે કદી.
કોણ છે તું શોધવાની તેં કદી પરવા કરી?
આ“ધુફારી”ની નજરથી પણ જરા જોજે કદી
૨૬-૦૫-૨૦૦૭
Filed under: Poem |
અંતરના ઊંડાણ મહી પેસીને જોયું જરી ,
આરસીજો સામે મનની ધરીને જોયું જરી ,
મુજની મહી મને જો શોધીને જોયું જરી ,
પિયુના દર્શન પામીને પિયુની રાજી ઘણી .
અત્યંત સુંદર કાવ્ય છે …. અને અર્થ પણ ઘણોજ ઉચો છે…….
મેં તો બસ એમજ મારા મનોભાવ દર્શાવ્યા છે….
http://piyuninopamrat.wordpress.com/2010/10/12/%E0%AA%A4%E0%AB%81%E0%AA%82-%E0%AA%85%E0%AA%A8%E0%AB%87-%E0%AA%B9%E0%AB%81%E0%AA%82/
દીકરી પારૂ મારી રચના ગમી એ મને ગમ્યું પન વધુ ગમ્યું કાવ્યનો જવાબ કાવ્યમાં આપ્યો એ આભાર