“કરતા જવું”

“કરતા જવું”

ચાલ મનડા આજ ત એવું કશું કરતા જવું;૨૩-૦૮-૨૦૦૮

બે ઘડી પણ મોજ ખાતર તો કશું કરતા જવું.

ઘાંચમાં આવી ફસેલા ચાક કોઇ કાઢવાને;

સાથ આપી હાથ ઝાલીને મદદ કરતા જવું.

લાકડીના આશરાથી ચાલતા કો’જીવને;

હાથ ઝાલી માર્ગદર્શન એમનું કરતા જવું.

દીવડો નાનો કરી કો’ઝુંપડી અજવાળીયે;

ને તમસને ભેદવા યા દૂર પણ કરતા જવું.

કો અટુલો એકલો કો’બાળ રડતો જોઇને;

આ “ધુફારી”સંગમાં હસતો ફરી કરતા જવું.

5 Responses

 1. લાકડીના આશરાથી ચાલતા કો’જીવને;

  હાથ ઝાલી માર્ગદર્શન એમનું કરતા જવું.

  કો અટુલો એકલો કો’બાળ રડતો જોઇને;

  આ “ધુફારી”સંગમાં હસતો ફરી કરતા જવું.

  Dr.Rajendra Trivedi

  http://www.bpaindia.org

  • ભાઇશ્રી ત્રિવેદી, ક્યાંક એક લીટી વાંચેલી “કોઇ રડતાં બાળકને હસાવીએ…..”તેના અનુસંધાનમાં આ રચના ઉદભવી છે.ક્યારેક ક્ષણનો સાક્ષાત્કાર થાય ને ક્શું નીરૂપણ થઇ જાય. અસ્તુ, “ધુફારી”

 2. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

  • ભાઇશ્રી દિવ્યેશ વ્યાસ,
   આપને હું મારો I.D.મોક્લાવું છે જે ની.મુ.છે
   dhufari@yahoo.com
   dhufari@gmail.com
   તે સિવાય આપની અપેક્ષા પુરી કરવા અસમર્થ છું તો ક્ષમા કરશો
   અસ્તુ,

 3. dhufari sangh ma hasa hasta lakhta rehvu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: