“પીછામાંથી કાગડો”#

“પીછામાંથી કાગડો”#
     વાત ઘણી જુની છે.ત્યારે હું ગલ્ફમાં હતો.ત્યારે ત્યાંથી મોકલાવેલી પોસ્ટ એક અઠવાડિયા પછી મળે તો સમજવું સમયસર મળી.ત્યારે ફોનની લાઇન વાયા વાયા જતી અને ત્રણ મિનિટનો સમય બાંધેલો હતો અને ચાર્જ પણ વધારે હતાં.
          અમુક ખટસવાદિયાઓ એ જ તાકમાં હોય કે,કોણ ઇન્ડિયા જાય છે.એમનું નેટવર્ક એવું હતું કે,જનારના હાથમાં પોસ્ટનો થોકડો પકડાવી દે.ગામના પહોંચાડવાના અને બાકીના પોસ્ટ કરવાના.પોસ્ટમાં મળેલા પત્રમાં કામની વાતો ઓછી અને ગામ આખાની પંચાત પાનાના પાના ભરીને વધારે હોય.એમાંના એકખટસવાદિયાએ આ વાતનું શિર્ષક કેવી રીતે સાર્થક કરીને એક ઘરના સભ્યોના જીવ કેમ પડીકે બાંધી દીધા તેની આ વાત છે.(નામ,સ્થળ વગેરેમાં થોડા ફેરફાર સાથે)
         ચંદ્રવદન મારો મિત્ર હતો અને હાર્ડવેર સ્ટોરમાં કામ કરતો હતો.એક દિવસ વેરહાઉસના
મેઇનગેટ પાસે ઊભો હતો.સીમેન્ટ ભરેલી ટ્રક રીવર્સ લેતાં ટ્રકનો ખુણો ચંદ્રવદનની પાંસળી સાથે અથડાયો તેનો ધક્કો લાગતાં ચંદ્રવદન પડી ગયો.મેનેજરને ખબર પડી તેણે ટ્રક ડ્રાઇવરની ધુળ કાઢી નાખી.ચંદ્રવદનને ફેમિલી ડોકટર પાસે મોકલાવ્યો.તેનું કહેવું થયું કે,ખાસ તો કંઇનથી પણ તોય એક વખત એક્સ-રે કરાવી લેવું સારૂં.ત્યારે એક્સ-રે ફકત સરકારી હોસ્પિટલમાં જ થતાં એટલે ચંદ્રવદનને
ત્યાં મોકલાવ્યો.રીપોર્ટ નોર્મલ આવ્યો.વાત ગામમાં ફેલાઇ ગઇ અને ખટસવાદિયાઓએ મીઠું મરચું ભભરાવીને આ વાત કાગળમાં લખી.
          એકે તો હદ કરી લખ્યું કે,ચંદ્રવદન ટ્રકનીચે આવી ગયો છે.તેને હોસ્પિટલમાં દાખલ કર્યો છે.આવા દારૂણ સમાચાર સાંભળીને માવિત્રોના માથે આભ તૂટી પડયું.એકનું એક સંતાન અને તે પણ હોસ્પિટલમાં કોણ જાણે કેટલું વાગ્યું હશે.તેને કેટલી તકલીફ થતી હશે.ચંદ્રવદને ફોન કરીને માવિત્રોને હકિકત જણાવી પણ તેમને તો એમ જ થતું હતું કે,અમને ફીકર ન થાય માટે સધિયારો આપવા માટે તે આમ બોલે છે.
      ત્યારે હું એક બ્રાંચમાં હતો અને બે દિવસમાં ઇન્ડિયા જવાનો છું, એવી ખબર ચંદ્રવદનને મળી એટલે મારા જવાના દિવસની આગલી રાતે મને મળવા આવ્યો. ત્યારે હું ચ્હા પીતો હતો તે મુકી તેના માટે પણ લઇ આવ્યો.ચ્હા પિવાઇ ગઇ એટલે મેં સિગારેટ ઓફર કરી.સિગારેટ પીતા મેં પુછ્યું
“હા ચંદુ કેમ છો?”
“તને હું કેમ લાગું છું”તેણે ઊભા થઇને હાથ ફેલાવીને ફુદડી ફરી કહ્યું
“બરાબર છો પણ એમ કેમ પુછે છે?”મેં તેને પુછ્યું
    તેણે અતઃ થી ઇતી સુધી બધી વાત કરી અને તેના બાબત ગામમાં ફેલાયલી અફવાની વાત કરતાં તેના આંખમાં પાણી છલક્યા એ જોઇ મને ગુસ્સો આવ્યો.
“સાલા..એવા ખટસવાદિયાને તો વીણીને ધીબવા જોઇએ”
“એ બધું જવા દે યાર મારૂં એક કામ કરીશ?”
“એક શું અગ્યાર કરીશ બોલ”
“તો તું ગામમાં પહોંચે ત્યારે સૌથી પહેલાં મારા ઘેર જઇને રૂબરૂ સમાચાર આપી આવીશ?”
“અરે કેવી વાત કરે છે આ તેં ન કહ્યું હોત તોય હું તારે ઘેર  જાત”
“થેન્કયું યાર”
“યાર પણ કહે છે અને થેન્કયું કહી દોસ્તીને ગાળ પણ આપે છે?”
               ગામ જઇને સામાન મુકી બહાર પડેલી સાઇકલ ઉપાડી તો મારી માએ પુછ્યું
“અલ્યા આવતાંવેત ક્યાં ચાલ્યો?”
“આવીને કહું છું”કહી હું રવાનો થયો.
   ચંદ્રવદનના ઘેર તેના માવિત્રો બેઠા હતાં તેમને જ્યશ્રી કૃષ્ણ કર્યા.
“ભાઇ તું કોણ છો?અમે તને ઓળખ્યો નહી”
“હું ચંદ્રવદનનો ફ્રેન્ડ છું.આજેક ગલ્ફથી આવ્યો છું. હમણાં જ ઘેર સામાન મુકીને સીધો તમારી પાસે આવ્યો છું.ચંદ્રવદનને હું કાલે જ મળ્યો છું તે તદન સાજો નરવો છે એ જ કહેવા આવ્યો છું”
“ભગવાન તને સુખી રાખે તેં તો અમારા મનનો ભાર ઓછો કરી નાખ્યો.આટલા દિવસ અમે કેવી વિટંબણામાં વિતાવ્યા છે એતો કાં તો રામ જાણે છે અથવા અમારૂં મન જાણે છે.”કહી ચંદ્રવદનના બાપુજીના આંખમાંથી ખુશીના આંસુ સરી પડયા.
“ભલે કાકા રજા આપો”
“અરે દીકરા એમ જ ન જવાય”મને પાણી આપતા ચંદ્ર્વદનના મમ્મી બોલ્યા.
“અત્યારે કોઇને કશું કહ્યા વગર આવ્યો છું.ફરી ક્યારેક આવીશ”કહી મેં સાઇકલ ઉપાડી.
 
નોંધઃકચ્છીમાં એક કહેવત છે”પખમંજા કાગડો=વાતનું વતેસર અથવા રજનું ગજ

4 Responses

 1. પખમંજા કાગડો – નવો શબ્દ પ્રયોગ જાણવા મળ્યો. પ્રસંગ સાથે એનો બરાબર મેળ ખાય છે.

 2. હવે જમાનો થોડો બદલાયો છે, ખટસવાદીયા અત્યારે પણ ઘરબેઠા નવરા પડે એટલે ચાટ કે ઈમેલ મારફત તેઓ ગામની પંચાત જ ઠોક્તા હોય છે. તમારા જેવો જ એક અનુભવ મને પણ થયેલો, પરંતુ વેબકેમ ની કૃપાથી એક જ કલાક માં અફવાનો અંત આણી દીધેલો.

 3. પખમજા કાગડો! ખરી વાત છે.
  કોઈ દુબઈ ગયું હોય એવા ખબરનું પરિવર્તન થઈને તો “તેઓ ડૂબી ગયા” એવા ખબર થઈ જાય. અને લોકો એમના ગામ ખરખરે પહોંચે એવાય બનાવ બનેલા છે.

  • ભાઇશ્રી યશવંત,
   તમે મારી વાત સામે બરોબર બંધ બેસતો દાખલો આપ્યો છે.
   અભિનંદન
   “ધુફારી”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: