ગઝલનું છંદશાસ્ત્ર

ગઝલનું છંદશાસ્ત્ર

        પ્રયત્ન સાહિત્ય પરિવાર-મસ્ક્તના મુશાયરામાં પ્રથમ વખત મારી એક રચના વાંચી.હું શાયર કે કવિ તો હતો નહિ,કોઇ સારી તરજ શબ્દો કે વિષય મળે ત્યારે થતી રચનાઓમાંની એ એક હતી.મુશાયરા બાદ કવિશ્રી હેમન્ત કારિયા”બુધ્ધુ” તથા કવિશ્રી કીર્તિ ગણાત્રા”દુશ્મન”ને મારી ડાયરી જોઇને કહ્યું આ તું શું લખે છે? શે’ર લખ ગઝલ લખ મેં મારૂં એ બાબત અજ્ઞાન દર્શાવ્યું તો તેમણે મને ગઝલના નામ,બંધારણ,માત્રાઓ,રદિફ અને કાફિયા વિષે સમજણ પાડી અને તેમણે જણાવેલ ગઝલના પ્રકારો નીચે મુજબ છે.એક વાત પહેલાથી જ જણાવી દઉ કે,હું કોઇ વિશેષજ્ઞ કે વિવેચક નથી આ તો મારી પાસે સંગ્રહ્સ્થ થયેલ જ રજુ કરૂં છું.

 (૦૧)મદીદ બહરઃ-માત્રાઓ ૨૪

                     રૂકનઃ-ફાઅલાતુન ફાઇલુન (બે આવરતન)

                નિશાનઃ-ગાલગાગા ગાલગા=૧૨ માત્રાઓX૨

(૦૨)બસીત બહરઃ-માત્રાઓ ૨૪

                     રૂકનઃ-મુસતફઅલુન-ફાઇલુન (બે આવરતન)

                નિશાનઃ-ગાગાલગા ગાલગા=૧૨ માત્રાઓX૨

(૦૩)વાફિર બહરઃ-૨૮ માત્રાઓ

                   રૂકનઃ-મુફાઇલતુન (ચાર આવરતન)

                નિશાનઃ-લગાલલગા=૭ માત્રાઓX૪

(૦૪)કામિલ બહરઃ-૨૮ માત્રાઓ

                      રૂકનઃ-મુતફાઇલુન (ચાર આવરતન)

                   નિશાનઃ-લલગાલગા=૭ માત્રાઓX૪

(૦૫)હઝજ બહરઃ-૨૮ માત્રાઓ

                     રૂકનઃ-મફાઇલુન (ચાર આવરતન)

                  નિશાનઃ-લગાગાગા=૭ માત્રાઓX૪

(૦૬)રજઝ બહરઃ-૨૮ માત્રાઓ

                   રૂકનઃ-મુસતફઇલુન (ચાર આવરતન)

               નિશાનઃ-ગાગાલગા=૭ માત્રાઓX૪

(૦૭)રમલ બહરઃ-૨૮ માત્રાઓ

                    રૂકનઃ-ફાઇલાતુન (ચાર આવરતન)

                નિશાનઃ-ગાલગાગા=૭ માત્રાઓX૪

(૦૮)મુક્તઝ બહરઃ-૨૮ માત્રાઓ

                      રૂકનઃ-મફઊંલાત-મુસતફઇલુન (બે આવરતન)

                  નિશાનઃ-ગાગાગાલ ગાગાલગા=૧૪ માત્રાઓX૨

(૦૯)મનસરિહ બહરઃ-૨૮ માત્રાઓ

                          રૂકનઃ-મુસતફઇલુન-મફઉલાતુ (બે આવરતન)

                      નિશાનઃ-ગાગાલગા ગાગાગાલ=૧૪ માત્રાઓX૨

(૧૦)મુજતસ બહરઃ-૨૪ માત્રાઓ

                       રૂકનઃ-મુસતફઅલુન-ફાઇલાતુન (બે આવરતન)

                   નિશાનઃ-ગાગાલગા ગાલગા=૧૨ માત્રાઓX૨

(૧૧)મુઝારિઅ બહરઃ-૨૮ માત્રાઓ

                       રૂકનઃ-મફાઇલુન-ફઅલાતુન (બે આવરતન)

                    નિશાનઃ-લગાગાગા ગાલગાગા=૧૪ માત્રાઓX૨

(૧૨)મુતકારિબ બહરઃ-૨૦ માત્રાઓ

                          રૂકનઃ-ફઉલન (ચાર આવરતન)

                      નિશાનઃ-લગાગા=૫ માત્રાઓX૪

(૧૩)સરીઅ બહરઃ-૧૮ માત્રાઓ (મુસહસ)

                   રૂકનઃ-મુફતઇલુન-મુફતઇલુન-ફાઇલુન

              નિશાનઃ-ગાલલગા ગાલગાગા ગાલગા

(૧૪)ખરીફ બહરઃ-૨૧ માત્રાઓ (મુસહસ)

                   રૂકનઃ-ફાઇલાતુન-મુસતફઅલુન-ફાઇલાતુન

             નિશાનઃ-ગાલગાગા ગાલગાગા ગાલગાગા

(૧૫)કરીબ બહરઃ-૨૧ માત્રાઓ(મુસહસ)

                  રૂકનઃ-મફાઇલુન-મુફાઇલુન-ફાઇલાતુન

              નિશાનઃ-લગાગાગા લગાગાગા ગાલગાગા

(૧૬)જદીદ બહરઃ-૨૧ માત્રાઓ(મુસહસ)

                   રૂકનઃ-ફાઅલાતુન-ફાઅલાતુન-મુસતફઇલુન

              નિશાનઃ-ગાલગાગા ગાલગાગા ગાગાલગા

(૧૭)મુતદારિક બહરઃ-૨૦ માત્રાઓ(ચાર આવરતન)

                        રૂકનઃ-ફાઇલન

                  નિશાનઃ-ગાલગા=૫ માત્રાઓX૪

(૧૮)મુશાકિલ બહરઃ-૨૧ માત્રાઓ(મુસદસ)

                        રૂકનઃ-ફાઅલાતુન-મુફાઇલુન-મુફાઇલુન

                   નિશાનઃ-ગાલગાગા લગાગાગા લગાગાગા

રૂકન=આવરતનના નામ

નિશાન=ક્યાં લઘુ અને ક્યાં ગુરૂની સમજણ

મુસદસ=એક જ આવરતન

વિષેશ નોંધઃ-બે લઘુ માત્રાઓ(લ)=એક ગુરૂ માત્રા(ગા)ગણાય.એક

        મેં ક્યારે ગઝલના નામોના અર્થ જાણવાની કે તેમના બંધારણના નામ જાણવાની ક્યારે કોશિશ કરી ન્હોતી એ કામ મારા અંતરંગ કવિ મિત્રશ્રી બકુલ સુગંધિયાએ કેટલાક પ્રકારના નામ જાણવાનો પ્ર્યાસ કર્યો છે.તેમની સ્વરચિત રચનાઓની પ્રકાશિત કરેલ પુસ્તક “હરણની ચાલ એટલે ગઝલ”માં ગઝલ રચના સંદર્ભે પ્રસ્તુત કરેલ વિવેચન સમજ્વામાં સહેલું પડશે તેથી તેમના જ શબ્દોમાં રજુ કરવાની રજા લઉ છું.           જ્યારે પણ હ્રદયનો ભાવ છંદ લય સાથે વહેવા લાગે ત્યારે ગઝલનું સર્જન ખુબ જ આસાન બને છે,કારણ સર્જન પ્રક્રિયાનું સંપુર્ણ ધ્યાન ભાવ તરફ હોય છે.લય સાથે છંદનું બંધારણ આપોઆપ બંધાતુ જાય છે.આ સમયે,શબ્દનું ગુરૂ-લઘુનું વજન અને પ્રાસ-અનુ થપ્રાસ,ભાવ ઉપર હાવી થઇ જતાં નથી,આપોઆપ ગુંથાવા લાગે છે.છેલ્લે ફકત ગઝલ મઠારવાની રહે છે.ગઝલ છંદશાસ્ત્રનો આધાર અરબી વ્યાકરણ છે એ વાત જ્ઞાત થયા બાદ,મસ્ક્તમાં રહેતો હોવાથી,આરબ મિત્રોની મદદથી,છંદોના નામોના અદભુત અર્થ જાણ્યા ત્યારે એનું ગુજરાતી સંસ્કરણ કરવાની લાલચ રોકી શક્યો નહિ.  ગઝલ શબ્દનો જ એક અર્થ થાય છે-લયબધ્ધ ચાલ,હરણની ચાલ.જેમાં હરણની ચાલ જેવી લયબધ્ધતા છે એ ગઝલ.અહીં કેટ્લા અરબી છંદનું ગુજરાતી નામકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એ પહેલા એક વાતનો ખુલાસો કરી દઉ કે ફકત છંદના અરબી નામનો ગુજરાતી અર્થ જણાવવાનો જ આશય છે.તે સિવાય છંદશાસ્ત્રની સમજ બાબત ચર્ચા કરવાનો કોઇ જ ઇરદો નથી. જેમ દીપક રાગ ગાવાથી શરીરમાં જલનનો અનુભવ થઇ શકે એવી જ રીતે “કૈવલ્ય” છંદ પર આધારિત ગઝલ સંપુર્ણતાનિ અનુભૂતિ કરવી શકે કે “મેઘનાદ” પર આધારિત ગઝલ વાદળની ગડગડાહટ કે ઝરમર વરસાદની અનુભૂતિ કરાવી શકે.સારાંશ એજ કે,છંદનું નામકરણ ખૂબજ ચીવટથી કરવામાં આવ્યું છે.છંદનું નામકરણ તેના ગુણધર્મ મુજબ પણ થયું હોય!

ગુજરાતી સંસ્કરણ

કૈવલ્યઃ મુતકારિબ(મુળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ  લગાગા….૪

શેરઃ      મુબારક હો સબકો સમા યે સુહાના

            મૈ ખુશ હું મેરે આંસુઓ પે ન જાના….ફિલ્મઃ મિલન

            રસમ અહીંનિ જુદી નિયમ સાવ નોખાં

            અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા…..મનોજ ખંડેરીયા

           મને છોકરી એક રસ્તે મળી’તી

           ન થઇ કંઇ પણ વાતો પણ દિલને ગમી’તી….

ઋજુઃ    મુતદારિક(મુળ આરબી/ઉર્દુ નાંમ)

વજનઃ   ગાલગા…૪

શેરઃ      એ વતન એ વતન તુજકો મેરી કસમ….ફિલ્મી

             દોબદન પ્યારકી આગમેં જલ ગયે…….ફિલ્મી

            આમને સામને બૈઠકર બાત હો

             ઔર વો ભી અમાવાસ કી રાત હો

 

મેઘનાદઃ હઝજ (મુખ્ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ     લગાગાગા-૪

શેરઃ         સુહાની ચાંદની રાતે હમેં સોને નહીં દેતી…..ફિલ્મઃમુક્તિ

               ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે….કૈલાસ

               બહારોં ફુલ બરસાઓ મેરા મહેબુબ આયા હૈ…ફિલ્મઃસુરજ

               તમારી યાદમાં અવસર બનાવીશું અમે ઉત્સવ

               હશે દિલમાં જખમ તોયે મનાવીશું અમે ઉત્સવ

આરતઃ  રઝજ(મુળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ  ગાગાલગા-૪

શેરઃ     ભૂલો ભલે બીજું બધું મા બાપ્ને ભૂલશો નહી…

           પી જાવ તો નુકસાન છે પીઓ નહીં ચર્ચાય છે,

          જો આસુમોની થઇ ગઝલ ઘરઘર પછી વંચાય છે.

કૃદંતઃ    કમિલ(મુળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ   લલગાલગા-૪

             દિવસો જુદાઇના જાય છે,એજશે જરૂર મિલન સુધી;

             મને હાથ ઝાલી ને લઇ જશે હવે શત્રુઓજ સ્વજન સુધી..ગની દહીંવાલા

ઇલ્મઃ   રમલ(મૂળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ  ગાલગાગા-૪

શેરઃ     માંડવીમાં તારી સાથે ચાર પગલા ચાલવા છે,

           પ્રેમનું સરનામું લઇ ચાર પગલા ચાલવા છે.

            આ છંદ થોડા ફેરફાર સાથે વધુ ખેડાયો છે.

ઉદાહરણરૂપ

વજનઃ  ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

શેરઃ     આપકી નજરોંને સમજા પ્યાર કે કબીલ મુઝે…ફિલ્મઃઅનપઢ

            હોંસ વાલોંકો ખબર કયા બેખુદી ક્યા ચીજ હૈં…ફિલ્મઃસરફરોશ

વજનઃ  ગાલગાગા ગાલગાગા ગાલગા

              દિલકે અરમા આંસુઓ મેં બહે ગયે….ફિલ્મઃનિકાહ

             ઋનના બંધન બધા નિર્મળ હતા,

           કોઇ બંધાયું નહીં નિર્બળ હતા.

પુરકઃ   વફિર્(મૂળ ફરસી/ઉર્દુ નામ)

વજનઃ  લગાલલગા-૪

શેરઃ      આ છંદ પર આધરિત પ્રચલિત શેર મારા ધ્યાનમાં આવ્યો નથી.

સંગતઃ  મુક્ત્ઝિબ(મૂળ ફારસી/ઉર્દુ નામ)

વજનઃ ગાગાગાલ-૪

શેરઃ    આ છંદ પર આધરિત પ્રચલિત શેર મારા ધ્યાનમાં આવ્યો નથી.

 

વિશેષ નોંધઃ-અરબી ભાષામાં હરણ ને “ગઝાલ” કહેવાય છે તેનું અપભ્રંશ એટલે જ ક્દાચ “ગઝલ”