“કરામત છે“
હતાં અંકુર જ્યાં આવ્યા,કરામત છે એ કુદરતની;
ના ખિલ્યા એ ને કરમાયા,કરામત છે એ કુદરતની.
ભુલી જાવા ચાહ્યા ગમને,ડૂબીને મય સમંદરમાં;
વધુ ગમગીન થઇ બેઠા,કરામત છે એ કુદરતની.
વધી અનહદ વ્યથા જ્યારે,નયન ઉભરાઇ ચાલ્યાને;
અહમના બંધથી રોક્યા,કરામત છે એ કુદરતની.
તમારી ચાહ ના પામ્યા,ન પામ્યા ના કદી તમને;
તમારી યાદમાં જીવ્યા,કરામત છે એ કુદરતની.
અપેક્ષાઓ કરી જેણે,ઉપેક્ષાઓ સદા પામ્યા;
વગર માંગે ઘણા પામ્યા,કરામત છે એ કુદરતની.
સશક્તોને જતાં જોયા,અકાળે જગતથી જાતા;
ઉંમર વેંઢારતા રોગી,કરામત છે એ કુદરતની.
નથી કહેવું “ધુફારી“ને,નથી અફસોસ કરવાનો;
મજેથી જિંદગી માણી,કરામત છે એ કુદરતની.
૩૦/૦૬/૨૦૦૬
Filed under: Poem |
Leave a Reply