“માંડવીમાં ચાલવા છે”

માંડવીમાં ચાલવા છે

 

ચાર પગલા તારી સાથે માંડવીમાં ચાલવા છે;

યાદ જૂની પામવાને માંડવીમાં ચાલવા છે.

 

નદી રૂકમાવતીની રેતમાં જઇ બેસવું છે;

શોધવા જૂનો જમાનો માંડવીમાં ચાલવા છે.

 

લાંગરેલા વાણ ધંગી ના તરે તો શું થવાનું?

બેસવા ફરવા મળે જો માંડવીમાં ચાલવા છે.

 

તાક ટોપણસર તણે ને વડ તણી વડવાઇઓ;

બેસવા ને ઝુલવાને માંડવીમાં ચાલવા છે.

 

જર્જરિત જૂની થયેલી બારીઓ ને બારણાઓ;

ખોલવા ફંફોસવાને માંડવીમાં ચાલવા છે.

 

તું મને જોતી હતી બારીને ઉગડાવવાને;

ને ફરી સીટી વગાડી માંડવીમાં ચાલવા છે.

 

બધું તો થઇ જશે એની ફિકર કશી પણ;

હોધુફારીસાથમાં તું માંડવીમાં ચાલવા છે.

 

૨૧/૧૧/૨૦૦૫ 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: