“ચમનમાં“
લીંબડાની ડાળ હાલે ફૂલ ચંપાના ખરે;
રેતનો ઢગલો ચડીને કાબરો એમાં તરે.
વાયરાની ફૂંક લાગે ને પવન હેલે ચડે;
ધુળની ડમરી મહીંના કાંકરાઓ ખડખડે.
ભાણને ગુસ્સો ચડે ને આભથી લાલી ખરે;
બીક્માં બીધેલ ચાંદો ઉગતા પીળો પડે.
રાતથી લડવા ભલેને દીવડા નાના બળે;
તે છતાં તિમીર એનાથી ડરીને થરથરે.
ચીબરી જો ક્યાંય બોલે કાગડા યુધ્ધે ચડે;
માંડ જંપેલું કબુતર ને જરકલી તરફડે.
ગીત કોકીલા કરેને ભ્રમર પણ નાદે ચડે;
રાસ રમવા કાજ આવી આગિયા ટોળે વળે.
જો “ધુફારી“ને ચમનમાં આ બધું દેખાય છે;
હાથમાં દેખી કલમ આ કાગળો કાં ફડફડે?
૦૮/૧૨/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply