Posted on December 28, 2008 by dhufari
“વા વરે“(કચ્છી)
વા વરે એડી જ પુઠ ડઇ સગો ત ડ્યો;
નકાં લગધો અભમાંથી અચી પટ પ્યો.
આંજે હથજી ગાલ વઇ સે ટાણે ન અંઇ ક્યોં
પોય મ ચોજા થીધલ વોસે અચ્ી ને થ્યો.
ચોજા મ કરમ કચલી અન થકી જ થ્યો;
અભ તુટે કે અઘડિ ડીણી એડો કડે ન થ્યો.
એડે નરકે કડે મ પુછજા હી ભલા કીં થ્યો;
“ધુફારી” ચેં ક આંકે નડધા અંઇ જભાભ ડ્યો.
૧૭/૦૪/૨૦૦૬
Filed under: Kachchhi | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“ચમનમાં“
લીંબડાની ડાળ હાલે ફૂલ ચંપાના ખરે;
રેતનો ઢગલો ચડીને કાબરો એમાં તરે.
વાયરાની ફૂંક લાગે ને પવન હેલે ચડે;
ધુળની ડમરી મહીંના કાંકરાઓ ખડખડે.
ભાણને ગુસ્સો ચડે ને આભથી લાલી ખરે;
બીક્માં બીધેલ ચાંદો ઉગતા પીળો પડે.
રાતથી લડવા ભલેને દીવડા નાના બળે;
તે છતાં તિમીર એનાથી ડરીને થરથરે.
ચીબરી જો ક્યાંય બોલે કાગડા યુધ્ધે ચડે;
માંડ જંપેલું કબુતર ને જરકલી તરફડે.
ગીત કોકીલા કરેને ભ્રમર પણ નાદે ચડે;
રાસ રમવા કાજ આવી આગિયા ટોળે વળે.
જો “ધુફારી“ને ચમનમાં આ બધું દેખાય છે;
હાથમાં દેખી કલમ આ કાગળો કાં ફડફડે?
૦૮/૧૨/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“સમયની વાત કર“
એકાંતમાં માશુક મળે એવા સમયની વાત કર;
આવ્યા પછી સંધ્યા ઢળે એવા સમયની વાત કર.
હર રોમથી ફૂટી કરી ખુશ્બુ ભરે આગોશને;
આલિંગતા વીટી વળે એવા સમયની વાત કર.
છલકાય સુરા આંખથી સાગર તણી ભરતી સમી;
પીધા વગર દિલને ચડે એવા સમયની વાત કર.
પ્રશ્નો હ્રદયથી ઉદભવે ને સ્પર્શથી પુછાય એ;
મૌનને ભાષા મળે એવા સમયની વાત કર.
દિપક પ્રકાશે પ્રેમના ચોપાસ દિલ અજવાળતા;
હર એક બિંદુ ઝળહળે એવા સમયની વાત કર.
સુનકારમાં ઝનકાર જાગે ને ભરે સંગિતને;
પ્રિયા “ધુફારી“ને મળે એવા સમયની વાત કર.
૨૩/૧૧/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“સ્વપ્ન સુંદરી“
સ્વપ્ન સુંદરી જાગતા ક્યાંથી મળે;
તો તો બધા ઇચ્છા કરે લાગે ગળે.
પર્વત શિખર કુદતી નીચે જતી;
કો સરિતા નગ ઉપર પાછી વળે.
અંગાર જો કદી શશી અંગે ઝરે;
યા તો રવિ જઇ ઉગતો અસ્તાચળે.
જ્વાળા અગન શીતળ બને સુખદાયની;
ઝાકળ તણાં કણ કણ મહીં અગ્નિ બળે.
જો વિષ હળાહળ જિંદગી આપી જશે;
તો પય તણાં સેવનથી માનવ ઢળે.
ના આંખ આડા કાન કેદી થઇ શકે;
ચાહે “ધુફારી” સુંદરી ક્યાંથી મળે.
૨૩/૧૧/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“નજર તારી“
નજર તારી ઢળે ને લોકના હૈયા ઢળી જાય;
કરૂં છું પ્રેમ હું તમને કહેનારા મળી જાય.
તમારા સ્મિતની સાથે પલક જ્યારે ઢળી જાય;
ઢળે હૈયા સહજમાં કોઇ તો પોતે ઢળી જાય.
નયન તારા મદિરાથી છલોછલ ભાસતા જેને;
પડે તારી નજર તેને વગર પીધે ચડી જાય.
દબાવી હોઠનો ખુણો નજર તીરછી કરી જોતાં;
તને છે પ્રેમ તેનાથી એ ભ્રમણામાં પડી જાય.
લટકતી ચાલ તારી જોઇ રસ્તે ચાલતા લોકો;
સડક સીધી ભલે હો પણ વગર ઠેસે પડી જાય.
હશે ગાફેલ તો એમાં અટવાયેલા રહેશે;
જરૂરત છે તો બસ એને “ધુફારી“મળી જાય.
૨૧/૧૧/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“કહી દેજો“
અગર કહેવા ચહો જો કંઇ કશું પહેલાં કહી દેજો;
ન બાકી રાખતા એમાં હ્રદય ખોલી કહી દેજો.
કશું પણ હું કહું એમાં કશી શંકા નહીં કરતાં;
ન સમજાયું અગર તમને ફરી કહેવા કહી દેજો.
કદી પણ પીઠ પાછળ ના કશું કહેતા નહીં ફરતા;
ભલે મીઠું અગર કડવું રહી સામે જ કહી દેજો.
અગર જો કંઇ વચન લેવા ચહો તો લઇ લેજો;
ન બાકી રાખતા એમાં હ્રદય ખોલીને કહી દેજો.
“ધુફારી“ની બધી વાતો હંમેશાથી રહી ચોખ્ખી;
સ્મરણમાં ના રહે એવું જરા એને જ કહી દેજો.
૨૩/૧૧/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“માંડવીમાં ચાલવા છે“
ચાર પગલા તારી સાથે માંડવીમાં ચાલવા છે;
યાદ જૂની પામવાને માંડવીમાં ચાલવા છે.
એ નદી રૂકમાવતીની રેતમાં જઇ બેસવું છે;
શોધવા જૂનો જમાનો માંડવીમાં ચાલવા છે.
લાંગરેલા વાણ ધંગી ના તરે તો શું થવાનું?
બેસવા ફરવા મળે જો માંડવીમાં ચાલવા છે.
તાક ટોપણસર તણે ને વડ તણી વડવાઇઓ;
બેસવા ને ઝુલવાને માંડવીમાં ચાલવા છે.
જર્જરિત જૂની થયેલી બારીઓ ને બારણાઓ;
ખોલવા ફંફોસવાને માંડવીમાં ચાલવા છે.
તું મને જોતી હતી એ બારીને ઉગડાવવાને;
ને ફરી સીટી વગાડી માંડવીમાં ચાલવા છે.
એ બધું તો થઇ જશે એની ફિકર ન કશી પણ;
હો “ધુફારી” સાથમાં તું માંડવીમાં ચાલવા છે.
૨૧/૧૧/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“ના કહું“
હાથ માંગે તું અગર તો ના કહું;
જાન માંગે તું અગર આપી દઉ.
હોઠની ને આંખની ભાષા મહીં;
પ્રેમના ઉત્તર બધા આપી દઉ.
હોઠના મલકાટની કિંમત મને;
કેટલી એ શબ્દમાં ક્યાંથી કહું.
આંખની ઓળખ બધી મારી તને;
તું બને આણજાણ એ માપી લઉ.
દિલ નજરથી ભલે ઘાયલ થતું;
ઘાવ ઉપર ઘાવ હું ચાંપી લઉ.
ના “ધુફારી“ને કશું પુછો હવે;
શું હશે ઉત્ત્રર ભલા ક્યાંથી કહું.
૦૩/૧૧/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“પારકા બૈરા“
પારકા બૈરા સદા સૌને ગમે છે;
રાત દિવસ તેમના મનમાં રમે છે.
જાગતા નર કલ્પનાઓમાં રહે છે;
ઊંઘમાં પંપાળતા સપને રમે છે.
રૂપના સાગર મહીં કો ડૂબતા હો;
કેશને વનરા ગણી એમાં ભમે છે.
બોલ પડતાં જીલવા તત્પર સદા જે;
સંકટો હર એક તો હસતા ખમે છે.
હર સ્વરૂપે એમને દેવી ગણીને;
આરતી ઉતારતા તેને નમે છે.
આ “ધુફારી“ને ગણો બાકાતમાંથી;
બસ જયા તેની સદા તેને ગમે છે.
૧૧/૧૧/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »
Posted on December 28, 2008 by dhufari
“આવને“
આવને ખોટા મસે પણ આવને;
તું કહે તું ક્યાં હશે પણ આવને.
ના કશી કોઇ શરત આ વાતમાં;
એ પછી જોયું જશે પણ આવને.
જ્યાં કદી પ્યારનો સેતુ હતો;
ના કશું બાકી હશે પણ આવને.
બદ ઇરાદો કંઇ ન્‘તો તું માનજે;
સત્ય એ સાબિત થશે પણ આવને.
આ “ધુફારી” દિલ મહીં ફરતો રહે;
તું કહે ચાલ્યો જશે પણ આવને.
૨૨/૦૯/૨૦૦૫
Filed under: Poem | Leave a comment »