“સરતા લાગે છે“
ઊર્મિ કેરા તારોમાંથી સાત સુરો જે જાગે છે;
આનંદે છે મન મોજીલો પંચમ સુર જ્યાં વાગે છે.
ખાણ મહીંથી હીરા શોધુ કંકર હાથે લાગે છે;
પ્રયાસ કરતાં હર પ્રયાસે હવે તો મળશે લાગે છે.
ભાગ્ય તણી ભાષા પગદંડી હજુ કેટલી આગે છે;
કરી નેજવુ આગળ જોતાં પગને ઠોકર વાગે છે.
જે શબ્દ “ધુફારી” લખવા છે જેની ઉત્કંઠા જાગે છે;
જકડીને પકડું જો એને એ હાથથી સરતા લાગે છે.
૨૬/૦૬/૨૦૦૪
Filed under: Poem |
Leave a Reply