“શાયરો ભેગા“
નથી કરવા હવે મુશાયરા કે શાયરો ભેગા;
નથી ભળવું જતી વણજારમાં એ શાયરો ભેગા.
મરમ સમજી રહ્યા છે એ ભરમ દેખાડતા લોકો;
ભરી સો સો સલામો ન જાવું એ શાયરો ભેગા.
મળી ટીકા ઘણી વખણાઇ છે બહુ શાયરી ઓછી;
જનાજા શાયરીના કાઢવા ના શાયરો ભેગા.
મને જે લાગતી મીઠી એ કડવી થઇ ઘણા જનને;
મધુરપ ભુલવાને ના જવું એ શાયરો ભેગા.
લઇને વાત મનપર ને થતાં જોયા દુઃખી લોકો;
“ધુફારી” તો ન ગણકારે ભલે હો શાયરો ભેગા.
૨૧/૦૩/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply