“વાત કર“
સુવાસતા એ મોગરાની વાત કર;
ચુટી શકે તું કેટલાની વાત કર.
કો કોમલાંગી કેશને શણગારવા;
ગુંથી શકે જો ફૂલ કેરી વાત કર.
ફોરમ તણાં જો કેફમાં ઉનમત બને;
સંભાળશે તું કેમ તેણી વાત કર.
જો કેફ એને ના ચડે એવું બને;
તો શું હશે જજબાત કેરી વાત કર.
આ બધું વિચારતા પહેલાં જરા;
કંઇ કોમલાંગી છે નજરમાં વાત કર.
છે કોણ પ્રેમિકા જરા દેખાડજે;
એની “ધુફારી” પાસ બેસી વાત કર.
૨૯/૦૩/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply