“બકવાસમાં“
પ્રેમ કરનારી મળે કો‘ આશમાં ને આશમાં;
આ જવાની જઇ રહી છે મોહ કેરા પાસમાં.
કોણ જાણે ક્યાં હશે ને ક્યાં મળે કોને ખબર?
શોધવાની સોય જાણે પાથરેલા ઘાસમાં.
છે તરંગોના વલયમાં આ હ્રદય અટવાયેલું;
ડૂબતું તરતું રહે છે મૃગજળે આભાસમાં.
ઝાંઝવાના જળ થકી ના તરસ છીપાય છે;
તે છતાં પીવા મથે મજબુર થઇને પ્યાસમાં.
શોધતો ફરતો હશે તું આ ખલક ખૂંદી વળે;
ને મળે તેણી કદાચિત પાછલા આવાસમાં.
આભથી ના અવતરે કો‘ના કદી અવકાશમાં;
આ “ધુફારી” માનશે ના ચાલતી બકવાસમાં.
૦૭/૦૨/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply