“તેનું શું?
અમથું કોઇ ગમે તેનું શું?
કોઇ દિલમાં રમે તેનું શું?
કોઇ તો બહાનું મળવા તણું;
બસ તેણી ને અમે તેનું શું?
ક્યાં જવું ને શું કરૂં પ્રાણેશ્વરી;
પ્રશ્ન એ ના શમે તેનું શું?
ગમ બધા ભેગા મળી ભીંસી રહ્યા;
દિલ એ ભાર ના ખમે તેનું શું?
છે “ધુફારી” વાત તો છાની ઘણી;
જાણતા હું પ્રભુ ને તમે તેનું શું?
૧૦/૦૬/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply