“કરતી નથી“
(રાગઃ કલ ચૌધવીકી રાત થી……..)
ચાહ્યો મને છે છતાં એકરાર એ કરતી નથી;
જાહેરમાં મળવા થકી પણ એ કદી ડરતી નથી.
સરખી મળે સાહેલીઓ પણ વાત એ કરતી નથી;
હ્રદય મહીં જે ઉદભવે એ જીભથી સરતી નથી.
મિલન તણાં હર વાયદામાં એ કદી ફરતી નથી;
મિલન મહીં આંખો કદી પ્રેમ નીતરતી નથી.
ના વાતમાં ના આંખમાં પણ પ્રેમની ભરતી નથીઃ
આશા અમર છે વાત દિલ ઊંડાણથી ખરતી નથી.
આ પાર કે ઓ પાર ચોખ્ખી વાત એ કરતી નથી;
ચાહે “ધુફારી” આજ કહી દે પ્રેમ એ કરતી નથી.
૨૮/૦૩/૨૦૦૫
Filed under: Poem |
Leave a Reply