“કચ્છીમાડુ કનકભા“*
ધરા છે સંત શૂરાની અને નરવીર પૂરાની;
મેંકણ મહાત્મા જેવા હતાં કચ્છડા તણા માડુ.
જનમ જ્યાં ખીમજી કેરો હતો ભડ્વીર મોટેરો;
કર્યો વેપાર મસ્કતમાં એ કચ્છડા તણા માડુ.
હતો જે છોડ નાનેરો થયો વટવૃક્ષ મોટેરો;
સવાસો વર્ષની ગાથા કહે કચ્છડા તણા માડુ.
મમુભા શેઠના વંશજ ધર્યા વેપારના દિગ્ગજ;
કનકભા પુત્ર છે નામે ભલો કચ્છડા તણો માડુ.
હશે વેપારની આંટી અગર આફત તણી આંધી;
સદા આગળ થયા પહેલાં કચ્છડા તણા માડુ.
કર્યા નેકી તણા કામો મળ્યા સન્માન અકરામો;
ગણાવું કેટલા નામો હવે કચ્છડા તણા માડુ.
હવે સરકાર ભારતની કર્યું બહુમાન પણ જેનું;
પ્રમાણીને પ્રવાસી એ હતાં કચ્છડા તણા માડુ.
કદી ગણતાં ગણાઇના બહુ લાંબી થશે યાદી;
“ધુફારી” તો કહે ખમ્મા તને કચ્છડા તણા માડુ.
૨૦/૦૪/૨૦૦૪
. *જેમનો સદા ઋણી રહીશ.૩૭ વર્ષ સુધી મને આત્મીય કુટુંબીજન તરિકે માનસહ સાચવ્યો
Filed under: Poem |
Leave a Reply