“તેનું શું?

તેનું શું?

 

અમથું કોઇ ગમે તેનું શું?

કોઇ દિલમાં રમે તેનું શું?

 

કોઇ તો બહાનું મળવા તણું;

બસ તેણી ને અમે તેનું શું?

 

ક્યાં જવું ને શું કરૂં પ્રાણેશ્વરી;

પ્રશ્ન ના શમે તેનું શું?

 

ગમ બધા ભેગા મળી ભીંસી રહ્યા;

દિલ ભાર ના ખમે તેનું શું?

 

છેધુફારીવાત તો છાની ઘણી;

જાણતા હું પ્રભુ ને તમે તેનું શું?

 

૧૦/૦૬/૨૦૦૫

“વાત કર”

વાત કર

 

સુવાસતા મોગરાની વાત કર;

ચુટી શકે તું કેટલાની વાત કર.

 

કો કોમલાંગી કેશને શણગારવા;

ગુંથી શકે જો ફૂલ કેરી વાત કર.

 

ફોરમ તણાં જો કેફમાં ઉનમત બને;

સંભાળશે તું કેમ તેણી વાત કર.

 

જો કેફ એને ના ચડે એવું બને;

તો શું હશે જજબાત કેરી વાત કર.

 

બધું વિચારતા પહેલાં જરા;

કંઇ કોમલાંગી છે નજરમાં વાત કર.

 

છે કોણ પ્રેમિકા જરા દેખાડજે;

એનીધુફારીપાસ બેસી વાત કર.

 

૨૯/૦૩/૨૦૦૫

“કરતી નથી”

કરતી નથી

(રાગઃ કલ ચૌધવીકી રાત થી……..)

 

ચાહ્યો મને છે છતાં એકરાર કરતી નથી;

જાહેરમાં મળવા થકી પણ કદી ડરતી નથી.

 

સરખી મળે સાહેલીઓ પણ વાત કરતી નથી;

હ્રદય મહીં જે ઉદભવે જીભથી સરતી નથી.

 

મિલન તણાં હર વાયદામાં કદી ફરતી નથી;

મિલન મહીં આંખો કદી પ્રેમ નીતરતી નથી.

 

ના વાતમાં ના આંખમાં પણ પ્રેમની ભરતી નથીઃ

આશા અમર છે વાત દિલ ઊંડાણથી ખરતી નથી.

 

પાર કે પાર ચોખ્ખી વાત કરતી નથી;

ચાહેધુફારીઆજ કહી દે પ્રેમ કરતી નથી.

 

૨૮/૦૩/૨૦૦૫

“કઇ છે?”

કઇ છે?”

 

પીધા પછી ક્યાં ખબર પડે છે કે કઇ છે?

પ્યાસી કદી ના પુછશે કે કઇ છે?

 

જો જીભને ચટકો મળે શું વાત છે?

ક્યાં છે પડી જીભને કે કઇ છે?

 

જો તરબતર દિલ ગમ બધા ભૂલી શકે;

ના દિલ ચહે શોધવા કે કઇ છે?

 

ક્યાંથી મળે યાદ રાખે ચાલશે;

ચાખીધુફારીકહી શકે કે કઇ છે?

 

૨૧/૦૩/૨૦૦૫    

“શાયરો ભેગા”

શાયરો ભેગા

 

નથી કરવા હવે મુશાયરા કે શાયરો ભેગા;

નથી ભળવું જતી વણજારમાં શાયરો ભેગા.

 

મરમ સમજી રહ્યા છે ભરમ દેખાડતા લોકો;

ભરી સો સો સલામો જાવું શાયરો ભેગા.

 

મળી ટીકા ઘણી વખણાઇ છે બહુ શાયરી ઓછી;

જનાજા શાયરીના કાઢવા ના શાયરો ભેગા.

 

મને જે લાગતી મીઠી કડવી થઇ ઘણા જનને;

મધુરપ ભુલવાને ના જવું શાયરો ભેગા.

 

લઇને વાત મનપર ને થતાં જોયા દુઃખી લોકો;

ધુફારીતો ગણકારે ભલે હો શાયરો ભેગા.

 

૨૧/૦૩/૨૦૦૫

“લાલો”(કચ્છી)

લાલો“(કચ્છી)

 

ફાગણજી પુનમ થઇ,અન પુનમજી સવાર પઇ;

કેસુડેજી ચટણી થઇ,રંગબેરંગી હોરી થઇ.

 

કતેક ઉડ્યા રંગ ગુલાલ,કતેક પિચકારી કે ચાલ;

કઇકજા થ્યા હાલ હવાલ,કઇક ક્યોનો અખીયું લાલ.

 

લાલો લીલામી વ્યો ભચી,ખેતેજી નજરે વ્યો અચી;

ખેતે ભેરૂકે ચેં અચી,લાલો રંગાજે સચી.

 

ભેરૂ ગોતજી મેનત ક્યોં,લાલો કડાં ભેરો થ્યો;

છડ ખણીને વાયમેં પ્યો,પણ ખેતેકે ખુટકો ર્યો.

 

રાત પઇ ટબાર કે હરે,ખેતો હલાય લાલેજે ઘરે;

ખેતો ભેરૂ ભેગા કરે,ટાબરચેં લાલો આય ઘરે.

 

લાલા હાણે બારો વગા,બાર નકર ધરજેતો ઢગા;

ઘેરૈયેજા થાક લગા,રંગ ઉડે હાણે ગગા.

 

લાલો આયો હોટલ મંજ,ભેરૂ ભેગા થ્યાવા પંજ;

સલા ઇની ક્યોં મંજો મંજ,મનમે વો ભારોભાર ડંજ.

 

ચતિયો કે બીડીજી ચાલ,ધસ્યાવા બીડીમેં રંગ લાલ;

પેલે ધમમેં થઇ કમાલ,લાલેજો મોં થઇવ્યો લાલ.

 

ખેતો ખોટો આળસ ખણી,લાલેજે પુઠમેં ઢુંભો હણી;

લાલો બાબુતે પ્યો છણી,છોટીએ છંઢે રંગજી કણી.

 

ચુનીયે ચાયજા કોપ રખે,હરેકરે હરીએ ચાય ચખે;

હેડી ચાય મું પીધી વઇ જખે,પાણીડે ચઇ કોપ રખે.

 

હરી હજી પાણી તો ગને,અમુ ઉથીધેં ઠેલો ડને;

લાલો પુસી પ્યો ગાર ડને,ખેતે ખોટો અમુકે છને.

 

પાણી પોંધે પુસ્યા વાર્,વાર મંજા થઇ લીલી ધાર;

ધાર થીધેં ખલ્યા ચાર,લાલો કરે તો ગારાગાર.

 

ડાચો લીલો મોં મંજ લાલ,ભેરૂ ભજીને કરેવ્યા ચાલ;

આરીસે નેરીધે હાલ,લાલો ડુખસે થ્યો ભેહાલ.

 

ડીં સજો મું મેનત કઇ,ધોસ્તારે કે કલ પઇ;

કઇ કમાણી મથે પઇ,મરજી પરભુજી વૈ થઇ.

 

૦૭/૦૨/૨૦૦૫

“બકવાસમાં”

બકવાસમાં

 

પ્રેમ કરનારી મળે કોઆશમાં ને આશમાં;

જવાની જઇ રહી છે મોહ કેરા પાસમાં.

 

કોણ જાણે ક્યાં હશે ને ક્યાં મળે કોને ખબર?

શોધવાની સોય જાણે પાથરેલા ઘાસમાં.

 

છે તરંગોના વલયમાં હ્રદય અટવાયેલું;

ડૂબતું તરતું રહે છે મૃગજળે આભાસમાં.

 

ઝાંઝવાના જળ થકી ના તરસ છીપાય છે;

તે છતાં પીવા મથે મજબુર થઇને પ્યાસમાં.

 

શોધતો ફરતો હશે તું ખલક ખૂંદી વળે;

ને મળે તેણી કદાચિત પાછલા આવાસમાં.

 

આભથી ના અવતરે કોના કદી અવકાશમાં;

ધુફારીમાનશે ના ચાલતી બકવાસમાં.

 

૦૭/૦૨/૨૦૦૫

“સરતા લાગે છે”

સરતા લાગે છે

 

ઊર્મિ કેરા તારોમાંથી સાત સુરો જે જાગે છે;

આનંદે છે મન મોજીલો પંચમ સુર જ્યાં વાગે છે.

 

ખાણ મહીંથી હીરા શોધુ કંકર હાથે લાગે છે;

પ્રયાસ કરતાં હર પ્રયાસે હવે તો મળશે લાગે છે.

 

ભાગ્ય તણી ભાષા પગદંડી હજુ કેટલી આગે છે;

કરી નેજવુ આગળ જોતાં પગને ઠોકર વાગે છે.

 

જે શબ્દધુફારીલખવા છે જેની ઉત્કંઠા જાગે છે;

જકડીને પકડું જો એને હાથથી સરતા લાગે છે.

 

૨૬/૦૬/૨૦૦૪

“માગું છું”

માગું છું

 

શબ્દોની માળા ગુથું છું તને અર્પણ કરવા માગું છું;

ખુશ્બુ એમાંથી આવે છે જો ગુંફન કરવા લાગું છું.

 

શબ્દો સીડી આધારે હું તુજને મળવા માગું છું;

તુજને મળવાના બહાને હું આભને અડવા માગું છું.

 

હું એમ અમસ્થો બેઠો છું કે યાદોમાં જાગું છું;

પ્રશ્ન સતાવે છે મુજને આખર કરવા શું માગું છું.

 

શુન્ય મહીં શોધે શું આંખો શુન્ય સ્વયંને લાગું છું;

શુન્ય મનસ્ક ના રહેધુફારીએવું કરવા માગું છું.

 

૦૬/૦૭/૨૦૦૪

“કચ્છીમાડુ કનકભા”*

કચ્છીમાડુ કનકભા“*

 

ધરા છે સંત શૂરાની અને નરવીર પૂરાની;

મેંકણ મહાત્મા જેવા હતાં કચ્છડા તણા માડુ.

 

જનમ જ્યાં ખીમજી કેરો હતો ભડ્વીર મોટેરો;

કર્યો વેપાર મસ્કતમાં કચ્છડા તણા માડુ.

 

હતો જે છોડ નાનેરો થયો વટવૃક્ષ મોટેરો;

સવાસો વર્ષની ગાથા કહે કચ્છડા તણા માડુ.

 

મમુભા શેઠના વંશજ ધર્યા વેપારના દિગ્ગજ;

કનકભા પુત્ર છે નામે ભલો કચ્છડા તણો માડુ.

 

હશે વેપારની આંટી અગર આફત તણી આંધી;

સદા આગળ થયા પહેલાં કચ્છડા તણા માડુ.

 

કર્યા નેકી તણા કામો મળ્યા સન્માન અકરામો;

ગણાવું કેટલા નામો હવે કચ્છડા તણા માડુ.

 

હવે સરકાર ભારતની કર્યું બહુમાન પણ જેનું;

પ્રમાણીને પ્રવાસી હતાં કચ્છડા તણા માડુ.

 

કદી ગણતાં ગણાઇના બહુ લાંબી થશે યાદી;

ધુફારીતો કહે ખમ્મા તને કચ્છડા તણા માડુ.

 

૨૦/૦૪/૨૦૦૪

. *જેમનો સદા ઋણી રહીશ.૩૭ વર્ષ સુધી મને આત્મીય કુટુંબીજન તરિકે માનસહ સાચવ્યો