“દાબેલીનો ફાઉન્ડર કોણ?”

“દાબેલીનો ફાઉન્ડર કોણ?”

         આજે દેશના કોઇ પણ ખુણે અને ભારત બહાર પણ તમને ફાસ્ટફૂડ રસિકોમાં માંડવીની સ્પેશિયલ દાબેલી અથવા અસલ કચ્છી દાબેલી નામ સાંભળવા મળશે.કોઇ અજાણ્યા પ્રદેશમાં ગયેલા સૌ ફાસ્ટફૂડ રસિકોના મ્હોંમાં પણ આ દાબેલીનું નામ સાંભળતાં પાણી આવવા લાગે છે,દાબેલી ક્યાં મળશે એ જાણવા અને માણવા જરૂર ઇચ્છશે.
    તમે જો દાબેલીના ચાહક હો તો કોઇપણ સ્થળે જાવ અને ફાસ્ટ ફૂડના ચાહકને અહીં દબેલી ક્યાં મળશે એમ પુછશો તો એ તમને જરૂર ગાઇડ કરશે.હું માંડવીનો રહેવાસી છું એટલે “દાબેલી” એ શબ્દ ક્યાં પણ વાંચુ અગર સાંભળુ છું તો,મારી માંડવીની આટલી નામના બદલ મને ગર્વ થાય છે.
                        માંડવીની દાબેલી કે અસલ કચ્છી શરૂ કઇ રીતે થઇ,એ વાતના મૂળમાં જશો તો લગભગ તમને એક જ જવાબ મળશે કે,મોહનભા બટાટાવાળાએ શરૂ કરી.દાબેલીના વેંચાણની જ્યાં થી શરૂઆત થઇ એ એરિયામાં રહેતાં મારા અંતરંગ મિત્રે પણ જ્યારે આ જ જવાબ આપ્યો ત્યારે થયું કે,અસલ દાબેલીનો અવિસ્કાર કરનાર કે,ફાઉન્ડરના નામથી પણ લોક અજાણ છે તો શરૂઆત ની અસલ દાબેલીનું રૂપ કેવું હતું એ પણ નહીં જાણતા હોય.આ બાબતનો લેખ મેં તૈયાર કરી એક જાણીતા સાપ્તાહિકને પણ મોકલાવેલ, પણ આ કહેવાતા પ્રતિષ્ઠીત સામયિકો નવોદિતો કે અનામીના લેખ છાપવાથી અચકાય છે.તેથી થયું કે આ જ વાત હું મારા બ્લોગમાં જ સમાવેશ કરી લઉ તો કેમ?
         આજની કહેવાતી દાબેલી બટાટાવાળી,મસાલાવાળા દાડિયાના દાણા વાળી કે મસાલાવાળા સિંગદાણાવાળી,મસાલાવાળા કેળાની જૈન,બટાટા સાથે જીણીસેવવાળી કે બટાટા સાથે ટૂટીફ્રૂટીવાળી કે સેકેલી દાબેલી વિગેરે વિગેરે વિવિધ જાતની વેરાઇટીમાં મળે છે.સૌ કોઇએ પોતાની આગવી ઓળખ ઊભી કરવા પોતાની સ્ટાઇલથી બનાવે છે ફકત નામ “દાબેલી” હોય છે જે અસલ દાબેલીથી અલગ જ હોય છે.
         જે મોહનભાનું નામ દાબેલીના ફાઉન્ડર તરિકે લેવાય છે તેમને હું ત્યારથી જાણું છું જ્યારે શરૂઆતમાં તેઓ મિશ્ર-ભુવનના(હાલ સુધી જે વિઠ્ઠલવાડી તરિકે ઓળખાતું હતું અને ભુકંપથી ધરાસાહી થયેલ હાલતમાં છે તે)જેના શ્રીલક્ષ્મીનારાયણ મંદિર સામે પડતા મુખ્ય દરવાજાની બન્ને
બાજુના બે ઓટલા (હજુ મોજુદ છે)તે બન્ને ઓટલા વચ્ચે સ્ટુલ મુકીને મોહનભા ખારી સિંગ અને ભૂતડા(છિલકાવાળી શેકેલી મગફળી) ઓટલા પર મુકેલી પેટ્રોમેક્ષના આજવાળે વેચતા. અમારી બેસતી મિત્રમંડળીને તેઓ દુહા,છંદ કે છપ્પા સંભળાવતા.
          સમય જતાં તેમણે હાથલારી શરૂ કરી. શ્રીલક્ષ્મીનારાયણ મંદિરની દિવાલને અડીને ખુણા પર તેઓ લારી ઊભી રાખી તેઓ ખાલી મસાલા વાળા બટાટા વેંચતા.એક કાગળના કટકા પર તેઓ મસાલાવાળા બટાટાના ચપ્પુથી ચાર કટકા કરતા તેના પર વધારામાં મસાલો અને લાલ મરચાની લસણવાળી ચટણી નાખીને આપતા અને લોકો હોશેં હોશેં ખાતા.
                   જૂના વખતમાં માંડવીના સાંજીપડી ચોકમાં ભાટિયા બિસ્ક્ટ ફેકટરી હતી.તેનો એક દરવાજો સાંજીપડીના ચોકમાં પડતો હતો જે સેલ્સ કાઉન્ટર હતો જ્યારે બીજો દરવાજો પઠાણ પાન વાળાની દુકાનને અડીને આવેલ ખૂણા પર સાંજીપડીથી બ્રહ્મક્ષત્રિયની રંગચુલી તરફના રસ્તે પડતો હતો જ્યાં બેકરી હતી (આ વિસ્તારથી વર્ણન લખવાનું હેતુ કચ્છના વાંચકમિત્રોને સમજાય તે માટે છે,કારણ કે વાત ઘણી જૂની છે અને આજે ભુકંપ બાદ માંડવીનો નક્શો જ બદલી ગયૉ છે.) એ બેકરીના સીંધી માલિક મી.રૂપનને આ મોહનભાના મસાલા વાળા બટેટા બહુ ભાવતા હતાં. દરરોજ સાંજે માણસ મોકલાવીને તેઓ મસાલાવાળા બટેટા મંગાવતા અને પોતાની બેકરીમાં જ બનતા બન્સ વચ્ચે કાપો મૂકી અને બે અડધિયા વચ્ચે મસાલાવાળો બટેટો મૂકી પછી એ બન્સને બે હથેળી વચ્ચે દબાવીને ખાતા.
    એક દિવસ તેમને વિચાર આવ્યો કે,આમ બન્સ વચ્ચે દબાવેલા બટેટા મને ભાવે છે તો લોકોને પણ જરૂર ભાવશે.આ વાત તેમણે મોહનભાને કરી પણ મોહનભા બન્સ રાખવા તૈયાર ન હતાં. મી.રૂપને કહ્યું કે તમે રાખી તો જુઓ જો બન્સ ન વેંચાય તો મને પાછા આપી જાજો અને આખર મોહનભા માની ગયા અને મી.રૂપનનો આ અવિસ્કાર સફળ થયો અને એ રીતે અસલ દાબેલીની શરૂઆત થઇ.  શરૂઆતની દાબેલી આ રીતે બનતી અને એ જ સ્વરૂપમાં વેંચાતી.
                  સમયના બદ્લાતા પ્રવાહ સાથે દાબેલીના સ્વરૂપ બદલાતા ગયા અને લોકો પોતાની સ્ટાઇલમાં ઢાળતા ગયા.મોહનભા જે વાપરતાં એ મસાલા જેવા મસાલાના વપરાસના લીધે માંડવીની દાબેલી તરિકે પ્રખ્યાત થઇ ગઇ પણ એના અસલ ફાઉન્ડર મી.રૂપનનું નામ અંધારામાં રહ્યું.

19 Responses

 1. સાવ અંધારામાં રહી ગયેલી વાતને આમ જાહેર કરીને બે આરંભકોને એનો યશ અપાવવા બદલ ધન્યવાદ.

  આવી તો કેટલીય શોધો અંધારામાં જતી રહેતી હશે, કોને ખબર !

  દાબેલીના બંને પડ જેવા બે રસીક સંશોધકોને મારાં વંદન. વચ્ચેનો મસાલો પુરનાર તરીકે તમનેય વંદન !!

 2. Waah…Kharekhar tamne vandan che…aam to apne gani var ketliye vastu o nu anad manta hoie chiye pan apne e darkar j nathi karta ke aa kevi rite aavi ane kone banavi….thanks dhufari …..!!

 3. આ લેખ દ્વારા ‘અંદરની વાત’ વિસ્તારથી જાણવા મળી.

  મોહનભાની ‘દાબેલી’ હવે ભારતમાં લગભગ બધાજ શહેરોમાં લોકપ્રિય છે, પુણેમાં તો ખાસ.

  બર્ગરની સગી બહેન એવી ‘દાબેલી’ વિશે આ પહેલાં ‘રીડીફ.કોમ’ પર મનુ પાંધી સાહેબના દિકરાએ લખ્યું હતું.

  • ભાઇશ્રી વિનય ખત્રી,
   સૌથી પહેલી વાત કે,ભાઇશ્રી દક્ષપાંધી સ્વ.શ્રીમનુભાઇ પાંધીના દિકરા નહી પણ પૌત્ર છે અને શ્રીમહિમભાઇ પાંધીના પુત્ર.એમનો લેખ બર્ગરની સગી બહેન જેવી દાબેલીનો લેખ મેં વાંચ્યો છે જે મારા લેખને મળતો આવે છે પણ એમણે પોતાના લેખમાં બેકરીના માલિક મી,રૂપનના નામનો ઉલ્લેખ નથી કરેલો કારણકે,તેમણે પણ સાંભળેલી વાતોના આધારે જ લેખ લખ્યો છે.તે સિવાય તેમને જે રામકૃષ્ણ હાઇસ્કૂલનો ઉલ્લેખ કરેલ છે ત્યાં મોહનભાઇ મસાલાવાળા બટેટા વેંચતા ન્હોતા પણ એક ગેરેજ જેવી ઇમારતમાં પોતાનો માલ તૈયાર કરતા હતાં,વેંચાણ માટે તો તેઓ શ્રીલક્ષ્મી નારાયણ મંદિરના ચોકમાં જ ઊભા રહેતા હતાં.
   દાબેલીનો બનાવવાન તુક્કો મોહનભાઇ ને સુજ્યો એ હકિકતથી વેગળી છે. દાબેલીનો અવિસ્કાર તો મી.રૂપને જ કરલો કારણ કે,તેઓ મોહનભાઇના મસાલાવાળા બટેટા મંગાવીને પોતાની બેકરીના બન્સ વચ્ચે એ બટાટા મુકી બે હાથ વચ્ચે દબાવી એ રીતે બનાવીને જ ખાતા હતાં અને એમણે જ એ આઇડિયા મોહનભાઇને આપેલ.પહેલા તો મોહનભાઇ બન્સ રાખવા જ તૈયાર ન્હોતા પણ મી.રૂપને કહ્યું કે,બન્સ ન વ્હેચાય તો પાછા લઇ લેશે એ શરતે આપેલ એ રીતે એનો પ્રચાર શરૂ થયો.
   અસ્તુ,
   -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 4. વાહ! આજે જ વાંચ્યું . બહુ મજા આવી. અહીં આટલે દુર આવી બધી વાતો જાણવા મળે , એ આઈ ટી નો ચમત્કાર.
  આવી સત્યકથાઓ આપો ત્યારે ખબર આપો તો આભારી થઈશ.

  • ભાઇશ્રી જાની,
   તમારી ઉત્સુકતાના સંતોષજનક અભિપ્રાય આપતો મેઇલ વાંચી આનંદ થયો.દાબેલીના અસલ
   ફાઉન્ડરનું નામ વિષે પ્રવર્તિ અંધકારમયતાને લક્ષમાં રાખી પ્રકાશ પાડવા પ્રયાસ માત્ર છે,કારણકે,હું આ વાત જાણતો હતો.રહી વાત સત્યઘટનાની તો મારા બ્લોગ પર જેટલી વાર્તાઓ છે એ બધી સત્ય ઘટના પર આધારિત છે.ફુરસદે જરૂર વાંચશો પણ સૌથી પહેલા મારી વાર્તા “ખાંપણ”ને આ મેઇલ મળેથી જરૂર ન્યાય આપશો.
   -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

   ભાઇશ્રી જાની,
   તમારી ઉત્સુકતાના સંતોષજનક અભિપ્રાય આપતો મેઇલ વાંચી આનંદ થયો.દાબેલીના અસલ
   ફાઉન્ડરનું નામ વિષે પ્રવર્તિ અંધકારમયતાને લક્ષમાં રાખી પ્રકાશ પાડવા પ્રયાસ માત્ર છે,કારણકે,હું આ વાત જાણતો હતો.રહી વાત સત્યઘટનાની તો મારા બ્લોગ પર જેટલી વાર્તાઓ છે એ બધી સત્ય ઘટના પર આધારિત છે.ફુરસદે જરૂર વાંચશો પણ સૌથી પહેલા મારી વાર્તા “ખાંપણ”ને આ મેઇલ મળેથી જરૂર ન્યાય આપશો.
   -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 5. કહેવું પડે! મી.રૂપને નુસખો સૂજ્યો, મોહનભાઈએ અમલમાં મૂક્યો. ને આજે જૂઓ એ દાબેલીના પ્રતાપે કેટલાયના રોટલા નીકળે છે! ને કેટલાય રોટલાના બદલે દાબેલીથી ચલાવી લે છે!

  • ભાઇશ્રી યશવંત,
   તમારી વાત સાચી છે.એક દાબેલી ખાઇને પેટ ભરનારા પણ હશે અને દાબેલી ખવડાવીને પેટ ભરનાર પણ હશે.દાબેલી બન્ને બાજુથી બન્નેને લાભ દાઇ સાબિત થઇ છે એટલે જ જ્યાં પણ કચ્છી દાબેલી/માંડવીની અસલ દાબેલી નામ વાચું છું ત્યારે મને મારી માંડવી માટે ગર્વ થાય છે.
   અસ્તુ
   પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

 6. ધુફારીજી વિશ્વ પ્રસિદ્ધ કચ્છી દાબેલીનો ઇતિહાસ વાચકોને જણાવવા માટે આપનો ખુબ ખુબ આભાર .

  • ભાઇશ્રી રૂપેન,

   હું માંડવી-કચ્છનો જ વતની છું. હું મ્હારાષ્ટ્રમાં મસ્ક્તમાં ચિન્‍નાઇમાં જ્યાં જ્યાં અસલ કચ્છી દાબેલી એવું બોર્ડ વાંચું છું ત્યારે મને મારી માંડવી પર ગર્વ થાય છે.આ લેખ લખ્યો તે
   પહેલાં મેં માંડવીમાં જ કેટલાક મારા ઓળખિતાને આ દાબેલીના ફાઉન્ડર વિષે પુછ્યું પણ સાચો જવાબ કોઇએ ન આપ્યો જે હું જાનતો હતો તેથી મેં આ લેખ લખવો મુનાસિબ માન્યું
   આભાર

 7. નામ લેતા જ મોં મા પાણી આવે એવી દાબેલીનો આવો રસપ્રદ ઇતિહાસ તો ક્યારેય જાણવામાં આવ્યો જ નહોતો..
  મઝા આવી ગઈ.

 8. Yaar Tame loko bahu j navi vaat lai aavya mane to koike evu kahyu hatu ke Khimji Ramdas (e kaya jamana ma thai gaya te mane khabar nathi) Maskat thi helecopter ma Mandvi ni Dabeli khava aavt. Mane em laage chhe ke Dabeli ni shodh e jamana ma thai gai hovi joie

  • ભાઇશ્રી અંશુ જોશી

   માણસો ગપગોળા ચલાવતા હશે એ વાત નિર્વિવાદ છે પણ
   આટલી હદે એની ખબર નહીં જે તમારા મેઇલથી મળી.હા ખીમજી રામદાસ મારા ગામ માંડવી-ક્ચ્છના છે જેઓએ ખીમજી રામદાસ કંપની મસ્કતમાં ૧૮૭૦માં સ્થાપેલી અને આજે પણ ચાલે છે.દાબેલીની શોધ લગભગ અર્ધી સદી પહેલા થઇ છે બાકીની ગણત્રી તમારા પર છોડું છું
   તમારઈ જીજ્ઞાષા બદલ આભાર

 9. હું ઘણી જ ખુશ છું કે આપનો આર્ટીકલ નામી પત્રિકાઓમાં ન આવ્યો તેથી આપે આ લેખ બ્લોગમાં મૂક્યો અને સાથે દુઃખ પણ છે કે આટલો સુંદર લેખ અને આ લેખ તૈયાર કરવા માટેની આપની મહેનતને તેઓએ નકારી દીધી પરંતુ હું આપની આભારી છું કે એક લેખ વડે આપે અમને કચ્છ -માંડવીની પણ સહેલ કરવી દીધી કારણ કે હજુ સુધી અમે કચ્છ તો જોયું નથી પણ આપની કલમ જ્યાં જ્યાં ફરતી ગઈ ત્યાં ત્યાં કલ્પનાની પાંખે ઉડીને અમે આપના કચ્છને અને આપણા ગુજરાતની ધરતીને જોઈ લીધી .બીજી વાત એ કે આપના દ્વારા અમે દાબેલીનો ઇતિહાસ પણ જાણીને એ બંને પાત્રોને જાણી લીધા અને આજે એક નહીં બંને પાત્રો ભુલાયા છે પણ આ લેખ દ્વારા તેમની સાથે મેળવવા બદલ આપનો ઘણો જ આભાર.

  • ્મેડમ પૂર્વિ

   મારો લેખ ગમ્યો તે બદલ આનંદ થયો આવી રીતે જ વાંચીને તમારા મતવ્ય રજુ કરતા રહેજો
   આભાર

 10. ==

  હ્યન દાભેલી જો લેખ વાંચે મુંકે આનંદ આનંદ થ્યો.

  આંઉ મુડ તાં નારાણપુર ડુમરે વટ. અધા બાઈ કચ્છ મેં રોંધા વા. ગાંધીધામ ભુજનું ગામમેં તકલીફ થીંધી વી એતરે ભુંકપનું મોંધ મડ્યઈમેં શીતલા સામે ઘર ગ્યડો.

  એતરે આંઉ મડયજી ચોવાજે. અધા બઈ કે સો વરે પુરા થ્યા અને ઘર બંધ ક્યો. વરે મેં ૪-૬ વખત આંઉ ને ભા કચ્છ વ્યનો તેર ઘર નેરી અચોં.

  વા મડયજી દાભેલી વા……

 11. દાબેલીનુ નામ બહુ સાંભળ્યુ છે, હજુ સુધી ક્યારેય ટેસ્ટ નથી કર્યો
  અને આજે આપનો લેખ વાંચીને દાબીલીનો પુરો ઈતિહાસ જાણી,બહુજ સરસ માહિતી મળી. આપનો આભાર.

  • હેમાબેન
   આપ તમારી આજુબાજુના કોઇને પણ પુછી જુઓ કે અહીં કચ્છી દાબેલી કે માંડવીની દાબેલી ક્યાં મળશે તો કોઇ પણ તમને ગાઇડ કરશે એક વખત ટેસ્ટ જરૂર કરી જોશો
   મારો બ્લોગ વાંચવા બદલ આભાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: