“જાગે છે“
કોઇ ડગ ભરે નેપુરનો ઝમકાર જાગે છે;
એ દિલરૂબા મારી તણો અણસાર લાગે છે.
બે ડગલા વચ્ચેનો સમય ભેંકાર લાગે છે;
જોતા ચોતરફ બસ શુન્ય ને સુનકાર લાગે છે.
રડતા ભૂતનો જાણે બધે ઓથાર લાગે છે;
દિલ ચુકી ગયેલો હોય કો‘ધબકાર લાગે છે.
જાતી હર પળો દિલ કાપતી તલવાર લાગે છે;
બોલે ના “ધુફારી” તોય પણ ચકચાર જાગે છે.
૨૧/૦૨/૨૦૦૪
Filed under: Poem |
Leave a Reply