“નથી સહેલું”

નથી સહેલું

 

સમયના વહેણ સામેથી તરી જાવું નથી સહેલું;

સમય પહેલા વગર પાકે ખરી જાવું નથી સહેલું.

 

બની પાગલ ભલે ફરતા રહો કોસુંદરી પાછળ;

વગર પ્રેમે હ્રદય એનું હરી જાવું નથી સહેલું.

 

ભલે ખેલ ડાબા હાથનો લાગ્યા કરે તમને;

સમય આવે સમજાશે કરી જાવું નથી સહેલું.

 

ભલે હો અવગુણો કેરા પુરાવા લાખ તમ પાસે;

ગુનાહિતને વદન દર્પણ ધરી જાવું નથી સહેલું.

 

જીવન છે માર્ગ ધોરી પણ છતાં એક માર્ગી છે;

કદમ આગળ ભર્યા પાછળ ફરી જાવું નથી સહેલું.

 

મળ્યો છે દેહ માનવનો મરી જાવા ખતમ થાવા;

ધુફારીકર્મ કાયાથી મરી જાવું નથી સહેલું.

 

૨૦/૦૧/૨૦૦૪